Inspiring Stories of Courage: માતા બનવા માટે સ્ત્રી શું કરતી નથી? જો નેચરલ કોશિશ કર્યા પછી પણ સંતાન ન થાય તો કેટલાક લોકો IVF ટ્રીટમેન્ટ લે છે. IVF ઠીક છે, પણ કેટલી વાર? એક મહિલાએ 28 વર્ષની ઉંમરથી જ માતા બનવાની કોશિશ શરૂ કરી હતી. કુદરતી પ્રયાસ કર્યો, પછી IUI અજમાવ્યો પરંતુ આમાં પણ સફળતા ન મળી, તેથી IVF કરવામાં આવ્યું. પરંતુ ભાગ્યને કંઈક બીજું જ મંજૂર હતું. જેમ જેમ વર્ષો વીતતા ગયા તેમ તેમ મહિલા IVF કરાવતી રહી. એ આશામાં કે કોઈ દિવસ તે એક બાળકની માતા બનશે. પરંતુ આ પ્રયાસમાં 25 વર્ષ વીતી ગયા. આ 25 વર્ષોમાં તેણે 21 વખત IVF કરાવ્યું. આ પ્રક્રિયામાં તેણે લગભગ 1 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. પરંતુ કહેવાય છે કે ઓલ ઈઝ વેલ ધેટ એન્ડ્સ વેલ….હવે 54 વર્ષની ઉંમરે તે મહિલા માતા બની ગઈ છે. તેણે એક પુત્રીને જન્મ આપ્યો છે. બાય ધ વે આ દુનિયામાં એક દુર્લભ કિસ્સો છે.
54 વર્ષે માતા બનેલી મહિલાની હિંમતને સલામ
Dailymail.co.ukમાં છપાયેલા સમાચાર મુજબ આ મહિલાનું નામ હેલેન ડાલ્ગલિસ છે. ગ્લાસગોમાં રહે છે. તે કહે છે, '20 વર્ષની ઉંમરે સાયપ્રસ આવી હતી. પાર્ટનર સાથે 28 વર્ષની ઉંમરે માતા બનવાની કોશિશ કરી. જ્યારે અમને પ્રજનન ક્ષમતાને લગતી કેટલીક સમસ્યાઓનો અનુભવ થયો ત્યારે અમે સ્કોટલેન્ડ આવ્યા. જોકે અમે IVFનો સીધો નિર્ણય લીધો નહોતો. અગાઉ અમે IUI કરાવ્યું હતું, જેમાં શુક્રાણુ સીધા ગર્ભાશયમાં મૂકવામાં આવે છે, પરંતુ આ પ્રક્રિયા નિષ્ફળ ગઈ હતી. આ પછી IVFની પ્રક્રિયા ધીમે ધીમે શરૂ થઈ.
ગર્ભવતી થઈ પણ કસુવાવડ થઈ ગઈ
ડેઈલીમેઈલ સાથે વાત કરતા હેલેને કહ્યું કે આ પ્રક્રિયા દરેક વખતે ભાવનાત્મક, આર્થિક અને શારીરિક રીતે તોડનારી હતી. ઘણી વખત અમે એક-એક વર્ષનો વિરામ પણ લીધો. પછી યોગ, ધ્યાન અને આહારથી વસ્તુઓ સુધારવાનું વિચાર્યું પરંતુ સફળતા ન મળી. હેલન કહે છે કે એવું નથી કે પ્રેગ્નન્સી રહી નહી. 3 વાર પ્રેગ્નન્ટ થઈ પણ દર વખતે કસુવાવડ થઈ ગઈ. જીવનની આ બધી ક્ષણો આપણને ખરાબ રીતે તોડી નાખનારી હતી.
'હું જ્યારે પણ નિષ્ફળ ગઇ ત્યારે એવું લાગતું હતું કે હું મરી રહી છું. કેટલાક અઠવાડિયા ખૂબ જ ખરાબ હતા. દરેક ક્ષણે આ વાતોને યાદ કરીને વિચારીને રડવું આવતું. જો કે થોડા અઠવાડિયા પછી હું ફરીથી મારી જાતને કહેતી કે ના મને એક દિવસ સફળતા મળશે. દર વખતે બધુ ભૂલીને હું ફરીથી પ્રયાસ કરતી હતી. પ્રક્રિયા અત્યંત પીડાદાયક હતી, પરંતુ બાળકની ખાતર, અમે દર વખતે નવેસરથી પ્રયાસ કર્યો.
ડોનર એગ પણ લીધા પણ પરિણામ શૂન્ય
હેલને નક્કી કર્યું કે હવે તેની માતા બનવાની છેલ્લી તક ઇંડા દાતા દ્વારા જ છે. આ માટે પતિ-પત્ની બંને સંમત થયા. 10 શ્રેષ્ઠ ગુણવત્તાવાળા ઇંડા થોડા દિવસોમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યા હતા પરંતુ તે બધા પણ નાશ પામ્યા હતા. તેનું પરિણામ પણ શૂન્ય હતું.
પિતાનું મૃત્યુ અને નવું જીવન
હેલેનના પિતા સ્કોટલેન્ડમાં ઘરે ગંભીર રીતે બીમાર હતા. પછી હેલેનની માતાએ કહ્યું કે તેણીએ તેના પિતાના મૃત્યુ પહેલા વધુ એક વખત પ્રયાસ કરવો જોઈએ. હેલને કહ્યું, ડેડીએ મને પૂછ્યું કે હું તમને સ્વર્ગમાંથી શું મોકલી શકું? આના પર હેલને કહ્યું મારા માટે એક બાળક મોકલજો. હેલનના પિતા થોડા દિવસોમાં જ મૃત્યુ પામ્યા. ત્યારબાદ હેલને નવી જગ્યાએ સારવાર માટે અંતિમ નિર્ણય લીધો.
નવી જગ્યાએ સારવાર લીધી
તેની IVF સફરના લગભગ 10 વર્ષ પછી હેલને એક સ્કોટિશ સલાહકારને વંધ્યત્વ પર બોલતા સાંભળ્યા. પછી હેલને આ નવી જગ્યાએથી સારવાર લેવાનું નક્કી કર્યું અને પોતાનું ક્લિનિક બદલી નાખ્યું. અંતે, 54 વર્ષની ઉંમરે હેલન એક બાળકની માતા બની. હેલને સપ્ટેમ્બરમાં પુત્રીને જન્મ આપ્યો હતો. આ બધા વિશે વાત કરતાં હેલન કહે છે કે કદાચ હવે હું છેલ્લા 25 વર્ષનું મારું દર્દ અને આંસુ ભૂલી ગઈ છું. આ બાળકને મારા પિતાએ સ્વર્ગમાંથી મોકલ્યો છે.
Disclaimer: અહીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો