Hair Care Tips: ખરાબ આહાર શૈલી અને તણાવ પ્રદૂષણ વગેરે કારણો સફેદ વાળ માટે જવાબદાર છે. સામાન્ય રીતે વાળને કાળા કરવા માટે કૈમિકલ યુક્ત ડાયનો ઉપયોગ લોકો કરતા હોય છે. જે નુકસાનકારક છે. આજે નેચરલ ઉપાય હેર કલરના જણાવીશું જેનાથી નુકસાન નહિ પણ વાળને વધુ ફાયદો પહોંચશે.
આદુ અને મધ
આદુ અને મધનું મિશ્રણ વાળને કાળા કરવા માટે ખૂબ જ અસરકારક છે. આ માટે, આદુને છીણી લો, તેમાં મધ ઉમેરો. હવે આ પેસ્ટને વાળમાં લગાવો. 20-30 મિનિટ પછી પાણીથી ધોઈ લો. આ પ્રક્રિયા અઠવાડિયામાં ઓછામાં ઓછા બે વાર કરી શકાય છે.
નાળિયેર તેલ અને લીંબુનો રસ
નારિયેળ તેલ કુદરતી રીતે વાળને મજબૂત બનાવવામાં મદદ કરે છે. નારિયેળના તેલમાં લીંબુનો રસ મિક્સ કરીને વાળમાં મસાજ કરો. નિયમિત ઉપયોગથી હેરનો કલર ચેન્જ થશે.
ડુંગળીનો રસ
ડુંગળીનો રસ સફેદ વાળને ઘટાડવા માટે ફાયદાકારક માનવામાં આવે છે. તે વાળના વિકાસ માટે પણ ઉપયોગી છે. ઓલિવ ઓઈલમાં ડુંગળીનો રસ અને લીંબુનો રસ મિક્સ કરીને સ્કેલ્પ પર મસાજ કરો. તેનાથી વાળ મજબૂત થશે અને સફેદ વાળ ઓછા થશે.
કાળી ચાનો ઉપયોગ કરો
બ્લેક ટીનો ઉપયોગ કરીને તમે કુદરતી રીતે વાળને કાળા કરી શકો છો. તે એન્ટી-ઓક્સિડેન્ટ ગુણોથી ભરપૂર છે, જે વાળને કાળા કરવામાં મદદ કરે છે. આ માટે એક બાઉલમાં પાણી લો, તેમાં 2 ચમચી કાળી ચા અને એક ચમચી મીઠું નાખીને ઉકાળો. હવે તેને ગાળી લો, જ્યારે આ પાણી ઠંડુ થઈ જાય ત્યારે તેને વાળમાં લગાવો.
સૌદર્ય અને સ્વાસ્થ્યવર્ધક છે આ ડિટોક્સ ડ્રિન્ક
- સવારે ખાલી પેટ હળદરનું પાણી પીવાના ફાયદા
- હૂંફાળા પાણીમાં ચપટી હળદર પાવડર ઉમેરો
- આ ડ્રિન્ક રોજ સવારે ખાલી પેટ પીવાની આદત પાડો.
- આ ડિટોક્સ ડ્રિન્ક વેઇટ લોસમાં પણ કારગર છે.
- હળદરનું પાણી પાચનતંત્રને પણ દુરસ્ત બનાવે છે.
- કેન્સરને રોકવામાં પણ મદદ કરે છે.
- આ ડ્રિન્ક ઇમ્યુનિટિ બૂસ્ટર પણ છે.
- સાંધાના રોગમાં રાહત આપે છે આ ડ્રિન્ક
- હળદરમાં એન્ટી ઇંફ્લામેટરી હોય છે ગુણ
- હળદર શરીરમાંથી સોજો ઓછો કરે છે.
Disclaimer: આ લેખમાં દર્શાવેલ પદ્ધતિઓ, પદ્ધતિઓ અને દાવાઓને માત્ર સૂચનો તરીકે જ લો, abp અસ્મિતા તેની પુષ્ટિ કરતું નથી. આવી કોઈપણ સારવાર/દવા/આહાર અને સૂચનનો અમલ કરતા પહેલા, કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ અચૂક લો.