Periods Pain:પીરિયડના દુખાવામાં સામાન્ય રીતે મહિલાઓ  પેનકિલર લેતી હોય છે. પીરિયડ ક્રેમ્પ્સથી રાહત મેળવવા માટે વારંવાર મહિલાઓ આ દવાનો સહારો લે છે. પરંતુ આ દવાનો સહારો લેવો કેટલો વાજબી જાણીએ શું કહે છે એક્સ્પર્ટ


જો તમને પીરિયડ્સ દરમિયાન તીવ્ર દુખાવો થાય છે, તો તમારે આ કારણો વિશે જાણવું જોઈએ. તમારા માસિક ચક્ર દરમિયાન, ગર્ભાશય તેની પરતને છોડવા માટે સંકોચાય છે. તમારા શરીરમાં પ્રોસ્ટાગ્લાન્ડિન નામનું રસાયણ  ગર્ભાશયના સંકોચનને ટ્રિગર કરે છે.જેના કારણે માસિક ધર્મ દરિયાન ગર્ભાશયની પરતને બહાર નીકળવામાં મદદ મળે છે. પ્રોસ્ટાગ્લાન્ડિનનું ઉચ્ચ સ્તર અસહ્ય દુખાવાનો કારણ બને છે.


પિરિયડ્સના દુખાવામાં પેઇન કિલર લેવી જોઇએ?


તમે પીરિયડ્સ સંબંધિત ઘણી માન્યતાઓ સાંભળી હશે. આમાંથી એક એ છે કે, પિરિયડ પેઇનમાં પેઇન કિલરનું સેવન નુકસાનકારક છે. પરંતુ આ સાચું નથી. ડૉ. ક્યૂટ્સ ઉર્ફે તાન્યા નરેન્દ્રએ તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં આ વિશે લખ્યું છે. તેણીની પોસ્ટમાં  પીરિયડ ક્રેમ્પના કારણો અને તેનાથી બચવાના ઉપાયો પણ સમજાવ્યા છે. જો પિરિયડસમાં ગંભીર દુખાવા થતો હોય તો પેઇન કિલર લેવી જોઇએ.  મહિનામાં 2થી3 દિવસ એકાદ પેઇનકિલર લેવાથી કોઇ મોટું નુકસાન થતું નથી.


પીરિયડ્સમાં મહિલાઓને અનેક સમસ્યાઓ સતાવતી હોય છે. તેમા પેઇન એક ખાસ છે. શરૂઆતના ત્રણથી 4 દિવસ કેટલીક મહિલાઓ માટે ખૂબ જ પીડાદાયક હોય છે. જો કે કેટલીક એવી ઘરેલુ સરળ ટિપ્સ છે. જેનાથી પિરિયડ સંબંધિત સમસ્યાને દૂર કરી શકાય છે.


પિરિયડ દરમિયાન મૂડ સ્વિંગ થવો, પેટમાં દુખાવો, કમરમાં દુખાવો, માથામાં દુખાવો. લૂઝ મોશન સહિતની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. દરેક મહિલામાં આ સમય દરમિયાન જુદી-જુદી સમસ્યા જોવા મળે છે. જો કે આ સમય દરમિયાન જીવનશૈલી અને આહાર શૈલીમાં ફેરફાર કરીને સુધારો કરી શકાય છે.આયુર્વેદ નિષ્ણાત ડૉ. દીક્ષા ભાવસાર પીરિયડ્સ દરમિયાન થતા દર્દનો સામનો કરવા માટે નીચેની ટિપ્સ આપે છે.


ચા પીવી


પીરિયડ્સ દરમિયાન ચા પીવાથી ઘણી રાહત મળે છે. તેનાથી તણાવને ઓછો કરી શકાય છે. આપ આ સમયમાં બેથીત્રણ વખત ગરમ ચાનું સેવન કરી શકો છો. જેનાથી રાહત અનુભવાશે. આદુની ચા, કેમોમાઈલ ટી, અથવા અજવાઈન ચા, પીરિયડ્સ દરમિયાન થતાં દુખાવા અને અન્ય સમસ્યામાં રાહત આપે છે.


પાણીનો સેક કરવો
કેટલીક મહિલાઓને પરિયડસ દરમિયાન કમર અને પેટમાં અસહ્ય દુખાવો થાય છે. આ સમસ્યામાં પેઇન કિલર પણ લઇ શકાય છે પરંતુ ધરેલું નુસખાની વાત કરીએ તો પાણીનો સેક પણ કરી શકો છો. તેનાથી દુખાવાથી તાત્કાલિક રાહત મળેવી શકાય છે. સેકના કારણે ગર્ભાશયના સંકોચન ઓછું થાય છે અને તેના કારણે દુખાવામાં રાહત મળે છે.


પુષ્કળ પાણી પીવું
માસિક ધર્મ દરમિયાન પુષ્કળ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. પાણી પીવાથી પેટનું ફૂલવું જેવી સમસ્યાને દૂર થાય છે. ફુદીનાના પાનને બોટલમાં ભરીને દિવસભર તેનું પાણી પીવું પણ રાહત આપે છે.  


Disclaimer:આ આર્ટિકલમાં જણાવેલ વિધિ, રીત તેમજ દાવાની એબીપી ન્યુઝ પુષ્ટી નથી કરતું.તેને માત્ર સૂચનના રૂપે લો.આ પ્રકારના કોઇ ઉપચાર દવા, ડાયટ,અમલ કરતા પહેલા ડોક્ટરની સલાહ જરૂર લેવી.