Shopping tips: ઘણા લોકોને ખરીદીનો એવો તે ચશકો હોય છે કે તેઓ કામની કે નકામની ઘણી બધી વસ્તુઓ ખરીદતા રહે છે. જો કે મોટા ભાગના લોકો નકામી ચીજો વધુ ખરીદતા રહે છે. જેની કદાચ તેમને જરૂર પણ નથી હોતી. જો તમને પણ આવી જ આદત હોય તો ઓછામાં ઓછું 2023માં આ આદત છોડી દો. જેનાથી તમારા પૈસા તો બચશે જ પરંતુ તમારા ઘરમાં જગ્યા પણ વધુ દેખાશે. આવો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જે તમારે બિલકુલ ખરીદવાની જરૂર નથી.


ટ્રેન્ડી કપડાં


તમે તમારા વોર્ડરોબમાં ઘણા કપડા ભરતા રહો છો. આમાંના મોટાભાગના કપડાં એવા છે કે તમે તેનો ઉપયોગ પણ કરતા નથી. સ્ટાઇલના નામે તમારે સેલમાં કોઇ પણ વસ્તુ ખરીદવાનું બંધ કરી દેવું જોઇએ. તે તમારું બજેટ પણ બગાડે છે.


ઘણા શેડ્સની લિપસ્ટિક


બહુ ઓછા લોકો હશે જેઓ રોજ લિપસ્ટિકના નવા નવા શેડ્સ ટ્રાય કરતું હશે. હા કેટલાક ખાસ પ્રસંગો એવા પણ હોય છે જ્યારે તમે તમારી સ્ટાઇલ સાથે એક્સપેરિમેન્ટ કરવા માંગતા હોવ, પરંતુ બિનજરૂરી શેડ્સ ખરીદીને તે બગડ્યા પછી તેને ફેંકી દેવા સમજદારી નથી.


આર્ટિફિશિયલ જ્વેલરી


કોઈ ખાસ પ્રસંગે જ આર્ટિફિશિયલ જ્વેલરી સારી લાગે છે. પરંતુ રોજ જ્વેલરી પહેરવાથી તમારો લુક બોરિંગ થઈ જાય છે, તેથી તમારા માટે નકલી જ્વેલરીથી દૂર રહેવું વધુ સારું રહેશે, કારણ કે બોક્સમાં રાખેલા આ જ્વેલરીનો કલર આછો થઈ જાય છે.


બ્યુટી પ્રોડક્ટ્સ


તમે ગમે તેટલી બ્યુટી પ્રોડક્ટ્સના વખાણ સાંભળો પરંતુ એ જરૂરી નથી કે બધી જ પ્રોડક્ટ્સ તમારા માટે સારી હોય. દરેક પ્રોડક્ટ્સ તમારી સ્કીનને અનુકૂળ ના પણ આવે. આવી સ્થિતિમાં ઘરમાં પડેલી આ પ્રોડક્ટ્સ તમને ભાગ્યે જ ઉપયોગમાં આવશે.


માટે જ દરેક વસ્તુઓ ખરીદી સંગ્રહ કરવાને બદલે વર્ષ 2023માં જોઈતી વસ્તુ જ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ