Waxing Tips: વેક્સિંગનો ઉપયોગ સામાન્ય રીતે શરીરમાંથી વાળ દૂર કરવા માટે થાય છે. વાળ દૂર કરવાની આ એક સરળ રીત છે પરંતુ ઘણા લોકોને તેની આડઅસરનો પણ સામનો કરવો પડે છે. જેમ કે- ખીલ, ફોલ્લીઓ, ખંજવાળ  વગેરે,  તો આવી સાઇડ ઇફેક્ટથી બચવા શું કરવું જાણીએ...


શરીરમાંથી વાળ દૂર કરવા માટે લગભગ તમામ મહિલાઓ વેક્સિંગ કરાવે છે. આ એક સામાન્ય પદ્ધતિ છે, જેનો ઉપયોગ ઘણા લોકો કરે છે. જો કે, ઘણા લોકોને વેક્સિંગ પછી ફોલ્લીઓ, બળતરા, ખીલ અને ત્વચા સંબંધિત અન્ય સમસ્યાઓનો સામનો કરવો પડે છે.


જો તમે પણ આવી જ સમસ્યાનો સામનો કરો છો, અને વેક્સિંગ બાદ  સોફ્ટ ત્વચા ઈચ્છો છો, તો આ ખાસ ટિપ્સ આપને મદદ કરશે,  ડર્મોટોલોજિસ્ટ  ડૉ. ગીતિકા મિત્તલ ગુપ્તાએ ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરતા લખ્યું કે, "જો તમે વેક્સિંગ કરાવતા રહેશો, તો તમારે સ્વસ્થ ત્વચા માટે આ 5 સરળ ટિપ્સને અનુસરવી જ જોઈએ."


પીરિયડ્સ દરમિયાન  શરીર વધુ સંવેદનશીલ બની જાય છે. એટલા માટે નિષ્ણાતોની સલાહ છે કે,  પીરિયડ્સ શરૂ થવાના એક કે બે અઠવાડિયા પહેલા કે પછી વેક્સિંગ કરાવવું જોઈએ, જેથી પીડાનો અનુભવ ઓછો થાય.


રેટિનોલ આપણી ત્વચાને નાજુક બનાવે છે. કારણ કે  વેક્સિંગનું કામ  વાળને  દૂર કરવાનું છે, તેથી નાજુક ત્વચા ડેમેજ થાય  છે. તેથી, રેટિનોલનો ઉપયોગ થોડા દિવસો અગાઉથી બંધ કરી દેવો જોઈએ.


એક રાત પહેલા એક્સ્ફોલિયેશન  કરો .સ્કર્બ ત્વચાના મૃત કોષોને દૂર કરે છે. મૃત ત્વચા કોષો ત્વચાના છિદ્રોને બંધ કરે છે અને નવા કોષો એક્સ્ફોલિયેશન સાથે આવે છે. આ વેક્સિંગથી વાળ સરળતાથી મૂળની સાથે બહાર આવશે.


વેક્સિંગ કરતા પહેલા હંમેશા ત્વચાને સાફ કરો. જેથી વેક્સ આપની ત્વચા પર સારી રીતે અપ્લાય કરી શકાશે  અને વાળને પણ યોગ્ય રીતે દૂર કરી શકશે. આ સાથે, તમે વેક્સિંગ પછી ફોલ્લીઓથી પણ બચી શકશો. આ પાંચ ટિપ્સ ફોલો કર્યાં બાદ જો વેક્સિંગ કરાવશો તો વેક્સિંગ બાદ સ્કિન સંબંધિત કોઇ ફરિયાદ નહી રહે.


 Disclaimer: હીં, આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં સંબંધિત નિષ્ણાતની સલાહ લો