Actress health Tips:એક સમય હતો જ્યારે કરીના કપૂર તેના ઝીરો ફિગર માટે જાણીતી હતી. ફિલ્મ 'ટશન'માં તેણે પોતાની જાતને એવી રીતે બદલી નાખી કે તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. લગ્ન અને પ્રેગ્નન્સી પછી અભિનેત્રી સાઈઝ ઝીરો રાખી શકી ન હતી પરંતુ પ્રેગ્નન્સી બાદ થોડા સમયમાં જ તે ફરી પરફેક્ટ ફિગરમાં આવી  ગઇ હતી, શું છે તેનો પ્લાન જાણીએ વાત 


એક સમય હતો જ્યારે કરીના કપૂર તેના ઝીરો ફિગર માટે જાણીતી હતી. ફિલ્મ 'ટશન'માં તેણે પોતાની જાતને એવી રીતે બદલી નાખી કે તેને જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા. લગ્ન અને પ્રેગ્નન્સી પછી અભિનેત્રી સાઈઝ ઝીરો રાખી શકી ન હતી પરંતુ પ્રેગ્નન્સી બાદ થોડા સમયમાં જ તે ફરી પરફેક્ટ ફિગરમાં આવી ગઇ.


  કરીના કપૂર બે બાળકોની માતા બની છે. પરંતુ તેમને જોઈને કોઈ કહી શકતું નથી. આજે પણ તેમણે ફિટ ફિગર જાળવી રાખ્યું છે.  સવારની શરૂઆતથી જ તે પોતાની જાત પ્રત્યે જાગૃત થઈ જાય છે. જ્યારે કરીનાને પહેલું બાળક થયું ત્યારે તે સમયે પણ તેનું વજન ઘણું વધી ગયું હતું. જેહ સમયે પણ અભિનેત્રીનું વજન વધી ગયું હતું  પરંતુ માતા બન્યાના થોડા જ મહિનામાં તેણે પોતાની જાતને તેના પહેલાના આકારમાં પાછી લાવી દીધી.


 કરીના કપૂર પોતાના જીવનમાં યોગ અને કસરતને ખૂબ મહત્વ આપે છે. આ સિવાય તે ડાયટ પર પણ સંપૂર્ણ ધ્યાન આપે છે. એક ઈન્ટરવ્યુમાં સૈફ અલી ખાનની પત્નીએ જણાવ્યું કે તે અઠવાડિયામાં ચાર દિવસ વર્કઆઉટ કરે છે. જીમમાં જાઓ અથવા ઘરે કસરત કરો. પરંતુ આ તેમનો નિશ્ચિત નિત્યક્રમ છે.


ઘરનું બનેલું ભોજન લે છે કરીના


તેની સવારની શરૂઆત હુંફાળા પાણી અને લીંબુના રસથી થાય છે. કરીના કહે છે કે તે ઘરે બનાવેલું ભોજન ખાય છે. જે પણ ઘરનું રાંધેલું ભોજન ખાય છે તેને ક્યારેય કોઈ સમસ્યાનો સામનો કરવો પડતો નથી. નાસ્તામાં કરીના પોહા, ઉપમા કે ઈંડા લે છે.


લંચમાં કરીના કપૂર ઘરે બનાવેલું ભોજન ખાય છે. તે ક્યારેય બહારથી ખાવાનું મંગાવતી નથી. લંચમાં તે શાક, દાળ, સલાડ અને દહીં લે છે. તે લંચમાં ખીચડી લે છે. તેણે કહ્યું  હતું કે જ્યારે સૈફ રસોડામાં હોય છે ત્યારે તે પાસ્તા અથવા રોસ્ટેડ ચિકન બનાવે છે. તેથી હું તેના હાથે બનાવેલ આ ડિશ અવશ્ય ટ્રાય કરું છું.


ચીટ ડેમાં શું ખાઇ છે


કરીનાનો  અઠવાડિયાનો એક દિવસ ચીટ ડે છે. આ દિવસે તે પિઝા, બર્ગર અથવા ફ્રેન્ચ ફ્રાય ખાય છે. આ સિવાય તે ચોકલેટ કેક પણ લે છે.


 કરીના રાત્રે 8 વાગ્યે ડિનર કરી લે છે


કરીના રાત્રે 8 વાગે ડિનર કરી લે છે  આ પછી, સૂતી વખતે, તે દૂધમાં જાયફળ અથવા હળદર ભેળવીને પીવે છે. તેઓ માને છે કે આમ કરવાથી તેમની રોગપ્રતિકારક શક્તિ મજબૂત થાય છે.


કરીનાના વર્કઆઉટમાં આ છે ખાસ


માતા બન્યા બાદ કરીનાએ જીમના બદલે યોગ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. પોસ્ટ ડિલિવરી દરમિયાન, તેના યોગ ટ્રેનર અંશુકા પરવાણીએ તેના માટે વિશેષ વર્કઆઉટ રૂટિન બનાવ્યું. જેમાં એરિયલ સિલ્ક યોગ વિશેષ હતો.એરિયલ સિલ્ક યોગમાં આખું શરીર જમીન અને હવા વચ્ચે લટકતું રહે છે. આ સિવાય કરીના બ્રેથિંગ યોગા કરતી હતી. કાર્ડિયો, ફ્લાઈંગ ફિટ અને પેલેટ્સ ઉપરાંત, કરીનાએ રનિંગ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ, સ્ક્વોટ્સ અને પુશઅપ્સ પણ કર્યા હતા. તમને જણાવી દઈએ કે કરીના કપૂર બાળપણમાં પણ ખૂબ જ જાડી હતી. પરંતુ બોલિવૂડમાં પગ મૂકતા પહેલા તેણે પોતાની જાતને ફિટ બનાવી લીધી હતી.


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.