Breast Cancer Symptoms: બ્રેસ્ટ કેન્સરના કેટલાક સાંકેતિક લક્ષણો હોય છે. જેને પારખવા અને સભાન થઇ જવું જરૂરી છે.


 સ્ત્રીઓમાં થતા કેન્સરની મોટી ટકાવારી માટે સ્તન કેન્સર જવાબદાર છે. લાંબા સમયથી આ રોગ વિશે જાગૃતિ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. જો કે, જ્યારથી સોશિયલ મીડિયાના માધ્યમથી અભિનેત્રી છવી મિત્તલને બ્રેસ્ટ કેન્સર હોવાની વાત સામે આવી છે, ત્યારથી આ વિષય પર ફરી ચર્ચા શરૂ થઈ છે. તમને જણાવી દઈએ કે છવીએ સર્જરી કરાવી છે અને હવે કેટલીક પ્રારંભિક સમસ્યાઓ બાદ તે રિકવરી તરફ આગળ વધી રહી છે.


અહીં અમે તમને યુનાઈટેડ સ્ટેટ્સ પબ્લિક હેલ્થ એજન્સી સેન્ટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન (CDC) દ્વારા જણાવવામાં આવેલા સ્તન કેન્સરના પ્રારંભિક લક્ષણો વિશે જણાવી રહ્યા છીએ. જો આ કેન્સર પ્રારંભિક તબક્કામાં જ શોધી કાઢવામાં આવે તો સર્જરી દ્વારા તેની સારવાર કરી શકાય છે. સ્તનોમાં થતા ફેરફારોને કેવી રીતે ઓળખી શકો તે વિશે અહીં જાણો.



  • જો તમને સ્તન કે બગલમાં કોઈ પ્રકારનો ગઠ્ઠો લાગે તો તેને અવગણશો નહીં.

  • સ્તન સખત થઈ જવું કે સ્તનમાં સોજો આવવો એ પણ સ્તન કેન્સરના પ્રારંભિક લક્ષણોમાંનું એક છે.

  • સ્તનની ચામડીમાં ખંજવાળ આવવી કે બળતરા થવી પણ એક બ્રેસ્ટ કેન્સરનું લક્ષણ છે.

  • સ્તનની નિપ્પલના એરિયામાં  અતિશય લાલાશને પણ ન અવગણવી

  • નિપ્પલમાં ખૂબ જ  ખેંચાણ થવી 

  • બ્રેસ્ટ સાઇઝ અને તેના શેપમાં બદલાવ થવો

  • બ્રેસ્ટના કોઇપણ ભાગમાં દુખાવો થવો અને  બેથી ત્રણ દિવસમાં ઠીક ન થવું


આ વાત જાણવી જરૂરી


પીરિયડ્સ દરમિયાન તમારા સ્તનો ખૂબ સખત અથવા ખૂબ કોમળ બની શકે છે. પરંતુ પીરિયડ્સ પછી આ લક્ષણ સારું થઈ જાય છે. જો આ સ્થિતિ પીરિયડ્સ પછી ઘણા દિવસો સુધી ચાલુ રહે છે, તો તેને ગંભીરતાથી લો અને ડૉક્ટરની સલાહ લો.બ્રેસ્ટની નિપ્પલમાંથી  પાણીયુક્ત અથવા દૂધ જેવો સ્ત્રાવ કેટલાક કિસ્સાઓમાં સેસ્કુયુઅલી એક્ટિવ  હોવાને કારણે પણ આવી શકે છે. કારણ કે પાર્ટનર લીકિંગ અને સકિંગથી   બ્રેસ્ટ મિલ્ક પ્રડ્યુસિંગ  સેલ્સ એક્ટિવ થઇ જાય છે, જો કે આ સ્થિતિ પણ લાંબો સમય બની રહે તો પણ ડોક્ટરની સલાહ લેવી જરૂરી બની જાય છે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.