Hair Care Tips:ડેન્ડ્રફ એ વાળની સૌથી સામાન્ય સમસ્યા છે. આ સમસ્યા એટલી મોટી છે કે તે બીજી ઘણી સમસ્યાઓનું કારણ પણ બની શકે છે. આવી સ્થિતિમાં તમારે ચિંતા કરવાની જરૂર નથી. આ માટે તમે શેમ્પૂમાં કેટલીક વસ્તુઓ મિક્સ કરીને લગાવી શકો છે. જે આ સમસ્યાથી છૂટકારો અપાવશે.
એપ્પલ વિનેગરને શેમ્પૂમાં મિક્સ કરીને ધોવાથી ડેન્ડ્રફની સમસ્યામાં રાહત મળે છે. તેનો ઉપયોગ અઠવાડિયામાં 2 વખત કરી શકાય છે.
મધ સ્કેલ્પ ઉપરની ડ્રાયનેસને દૂર કરીને ખંજવાળ ઘટાડવામાં મદદ કરે છે. તેથી જો તમે તમારા વાળને શેમ્પૂ કરવા જઈ રહ્યા છો, તો શેમ્પૂમાં મધ ઉમેરીને વાળ અને સ્કેલ્પમ્ લગાવો, 15 મિનિટ સુધી મસાજ કરો અને તે બાદ હેર વોશ કરી લો.
લીંબુના રસમાં ઘણા બધા એન્ટી-ડેન્ડ્રફ ગુણો પણ હોય છે જે વાળમાંથી ડેન્ડ્રફની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.
એલોવેરા જેલ તમારા વાળ માટે ખૂબ જ સારી માનવામાં આવે છે. તેથી વાળ ધોતા પહેલા શેમ્પૂમાં એલોવેરા જેલ મિક્સ કરો અને પછી તેનાથી હેર વોશ કરી લો, ઉપરાંત આપ મેથીનો પ્રયોગ પણ ડ્રન્ડર્ફમાં કરી શકો છો.
ડન્ડર્ફ માટે મેથીનો પ્રયોગ કરવા માટે આપે રાત્રે મેથીને સાદા પાણીમાં પલાળી દેવી બાદ તેમાં દહીં મિક્સ કરીને તેને મિક્સચરમાં પીસી લેવી. આ પેસ્ટને સ્કેલ્પની સ્કિન પર સારી રીતે લગાવો. 1થી 2 કલાક સાવર કેપ પહેરીને રહેવા દો. આ પ્રયોગ માત્ર એક કે બે વખત કરવાથી ડન્ડર્ફથી હંમેશા માટે છૂટકારો મળશે.
Winter tips: શું આપ શિયાળાની ઠંડીમાં રૂમ હિટરનો કરો છો ઉપયોગ, તો સાવધાન, થાય છે આ નુકસાન
Winter tips: શું તમે જાણો છો કે શિયાળાની આ ઠંડીમાં તમે જે રૂમ હીટરનો ઉપયોગ કરી રહ્યા છો તે તમારા માટે ખૂબ જ ખતરનાક સાબિત થઈ શકે છે.
સમગ્ર ઉત્તર ભારતમાં શિયાળાનો ત્રાસ યથાવત છે. ધાબળા, રજાઇ, ઊની કપડાં બધું જ યુઝ કર્યાં બાદ પણ પરંતુ ઠંડી અટકવાનું નામ નથી લઈ રહી, આવી સ્થિતિમાં ઘણા લોકો રૂમ હિટરનો સહારો લઈ રહ્યા છે, જેનાથી ઠંડીછી ખૂબ જ આરામ પણ મળે છે કારણ કે શિયાળાની આ ઠંડીમાં રૂમ હીટરથી રૂમનું તાપમાન સંપૂર્ણ રીતે સામાન્ય થઈ જાય છે, પરંતુ શું તમે જાણો છો કે ગરમી મેળવવા માટે તમે જે રૂમ હીટરનો ઉપયોગ કરી રહ્યા છો તે તમારા જીવને જોખમમાં મૂકી શકે છે. કેવી રીતે જાણીએ..
ત્વચા માટે હાનિકારક
શિયાળાની ઋતુમાં આપણું શરીર એ રીતે હાઈડ્રેટ નથી રહેતું. ઓછું પાણી પીવાના કારણે શરીરમાં પાણીની ઉણપ થાય છે. કુદરતી ભેજ પણ નષ્ટ થઈ જાય છે. આવી સ્થિતિમાં રૂમમાં લાંબા સમય સુધી હીટર ચાલુ રાખવું અને આખી રાત હીટર રાખીને સૂવું તમારા માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. કારણ કે રૂમ હીટરનું તાપમાન તેની હાજરી હવામાંથી ભેજને સંપૂર્ણપણે નષ્ટ કરી દે છે. જેના કારણે તમારી ત્વચા શુષ્ક, બની જાય છે. જો તમારી ત્વચા ખૂબ જ સંવેદનશીલ હોય તો ત્વચા પર લાલ ફોલ્લીઓ, ખંજવાળ આવવાની શક્યતા વધી જાય છે.
રોગપ્રતિકારક શક્તિ પર અસર
શિયાળામાં જ્યારે તમે રૂમમાં રૂમ હીટર લાઇટ કરો છો, ત્યારે રૂમનું તાપમાન અને રૂમની બહારનું તાપમાન અલગ-અલગ હોય છે. આવી સ્થિતિમાં, જ્યારે તમે રૂમની બહાર જાઓ છો, ત્યારે તાપમાનમાં અચાનક ફેરફાર થાય છે. તમને ઠંડી લાગે છે. આ તમારા શરીર માટે ખૂબ જ ખતરનાક બની શકે છે. આવી સ્થિતિમાં, તમારી રોગપ્રતિકારક શક્તિ પર ખરાબ અસર પડે છે. અને તમે બીમાર પડી શકો છો, તમને શરદી પણ થઇ શકે છે.
બ્રેઈન હેમરેજની શક્યતા
ઘણા લોકો ગેસ હીટરનો ઉપયોગ કરે છે. તેનાથી ઊંઘમાં જ મૃત્યુની શક્યતા વધી જાય છે. કારણ કે તે કાર્બન મોનોક્સાઈડ છોડે છે.આવી સ્થિતિમાં રૂમમાં હાજર કાર્બન મોનોક્સાઈડની માત્રા મગજમાં લોહીનો સપ્લાય બંધ કરી શકે છે, જેના કારણે બ્રેઈન હેમરેજ અને અચાનક મૃત્યુ થવાની સંભાવના રહે છે.
અસ્થમાના દર્દીઓ માટે જોખમ
અસ્થમાના દર્દીઓએ ખાસ કરીને રૂમ હીટર યુઝ ન કરવું જોઇએ. તેમાંથી નીકળતો મોનોકાર્બન ડાયોક્સાઇડ શ્વસન માર્ગ દ્વારા શરીરમાં પહોંચી શકે છે અને અસ્થમાના દર્દી માટે ખતરનાક પરિસ્થિતિ સર્જી શકે છે, જેના કારણે મૃત્યુનું જોખમ રહેલું છે.
આંખોને નુકસાન
રૂમ હીટરથી માત્ર તમારા ચહેરા, વાળને જ નહીં પરંતુ આંખોને પણ અસર થાય છે અને તે આંખોમાંથી પણ મોશ્ચરને છીનવી લે છે. . આવી સ્થિતિમાં આંખોમાં ડ્રાયનેસ અનુભવાય છે અને પછી ખંજવાળ આવે છે અને પછી બળતરા અને ચેપનું જોખમ પણ વધે જાય છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.