ઉનાળામાં ધૂળ અને તડકાના કારણે વાળની હાલત ખરાબ થવા લાગે છે, જેના કારણે વાળ સૂકા થવા લાગે છે અને તૂટવા લાગે છે. ડેન્ડ્રફ અને વાળ ખરવાની સમસ્યા પણ ઉનાળાની ઋતુમાં જોવા મળે છે. આ ઉનાળામાં તમારા વાળને સ્વસ્થ અને સુંદર રાખવા માટે તમારે થોડું વધારે ધ્યાન આપવું પડશે.આ વખતે ઉનાળામાં તમારા વાળની આ રીતે કાળજી લો.


1- વાળને ઢાંકવાનું ભૂલશો નહીં- જ્યારે પણ તમે ઘરની બહાર જાવ, ખાસ કરીને અસહ્ય તડકામાં તો વાળને સ્કાર્ફથી અવશ્ય ઢાંકો, તેનાથી વાળ પર પડતા સૂર્યના તેજ કિરણો સામે રક્ષણ મળશે જ પરંતુ ધૂળ પણ વાળમાં નહીં જશે. જો હેલ્મેટ પહેરતા  હોય તો પણ સૌપ્રથમ વાળને કોટનના કપડાથી ઢાંકો કારણ કે હેલ્મેટમાં હાજર સિન્થેટિક ખૂબ જ નુકસાનકારક છે. જો વાળ ઢાંકેલા હોય તો ડેમેજ પણ ઓછું થાય છે સાથે જ ઉનાળામાં ઓછામાં ઓછું હીટિંગ એપ્લાયન્સનો ઉપયોગ કરો.


2- દરરોજ શેમ્પૂ ન કરો - ઉનાળામાં માથામાં વધુ પરસેવો થાય છે, તેનાથી ડેન્ડ્રફ થઈ શકે છે, લોકો ડેન્ડ્રફને દૂર કરવા માટે દરરોજ વાળ સાફ કરે છે, જે યોગ્ય નથી, દરરોજ વાળ ધોવાથી વાળમાં રહેલા કુદરતી તેલનો નાશ થાય છે. બે દિવસના અંતરાલમાં વાળ ધોઈ લો, પરંતુ માત્ર પાણી અથવા ઓછા શેમ્પૂથી તેનાથી વાળ તૂટવામાં પણ ઘટાડો થશે.


3- કન્ડિશન કરવાનું ભૂલશો નહીં- ઉનાળામાં જ્યારે પણ વાળમાં શેમ્પૂ કરો ત્યારે કન્ડિશનર કરવાનું ભૂલશો નહીં, શેમ્પૂથી થતા કોઈપણ નુકસાનને ઘટાડવા માટે પ્રોટીન આધારિત કન્ડિશનર પસંદ કરો. એક વાતનું ધ્યાન રાખવું કે વધુ પ્રોટીન ધરાવતું કન્ડિશનર વાળને નુકસાન પહોંચાડે છે, સાથે જ સલ્ફેટ ફ્રી શેમ્પૂ પસંદ કરો, અઠવાડિયામાં એકવાર વાળને ડીપ કન્ડીશનીંગ કરો.


જો તમે ઘરે જ કેટલાક નાના ઉપાયો અજમાવી લો છો તો વાળમાં ડેન્ડ્રફની સમસ્યા, વાળ તૂટવા અને બેજાન થવા જેવી સમસ્યામાંથી રાહત મેળવી શકાય છે. આ ઉપાયોથી વાળનો ગ્રોથ વધે છે, તે સિલ્કી બને છે અને સાથે જ તેમાં નવી ચમક આવે છે.


તમારે અઠવાડિયામાં 1 વાર વાળમાં તેલ લગાવીને 1 કલાક રહેવા દેવું. પછી વાળને શેમ્પૂ કરવા. વાળને સ્મૂધ રાખવા માટે કંડિશનરનો ઉપયોગ કરી શકાય છે. 


શેમ્પૂ અને કંડીશનરનો ઉપયોગ કરવો જેનાથી વાળ સિલ્કી રહે. ઓઈલી સ્કૈલ્પ માટે લાઈટવેટ શેમ્પૂ અને કંડીશનર કરવાથી તમને આ સમસ્યાથી રાહત મળી શકે છે.