Lipstick Side Effects: મહિલાઓની સુંદરતામાં વધારો કરતી લિપસ્ટિક સ્વાસ્થ્ય માટે ભારે પડી શકે છે. જાણો કેવી રીતે લિપસ્ટિક મહિલાઓના સ્વાસ્થ્ય પર તેની વિપરિત અસર થાય છે.


લિપસ્ટિક મોટાભાગની મહિલાઓનો  બેસ્ટ મેકઅપ છે. લિપસ્ટિક એકમાત્ર એવી પ્રોડક્ટ છે, જે મહિલાઓના દેખાવને પૂર્ણ કરે છે. તેના વિના જાણે કંઈક અધૂરું છે. જો મહિલાઓને પણ પૂછવામાં આવે તો તેઓ કહેશે કે તેમના કિલર લુકને પૂર્ણ કરવાનો શ્રેય લિપસ્ટિકને જાય છે, પરંતુ શું આપ  જાણો છો કે, આ લિપસ્ટિક આપના સ્વાસ્થ્યને ઘણી રીતે નુકસાન પહોંચાડી શકે છે.


હોઠની ખૂબસૂરતી વધારતી લિપસ્ટિક અનેક રીતે સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જાણીએ લિપસ્ટિકથી શું નુકસાન થાય છે.


 થઇ શકે છે એલર્જી


લિપસ્ટિક બનાવવામાં કેટલાક ઝેરી તત્વોનો ઉપયોગ કરવામાં આવે છે. લિપસ્ટિકમાં બિસ્મથ ઓક્સીફ્લોરાઇડ નામનું રસાયણ હોય છે, જે હોઠની આસપાસના વિસ્તારમાં ખંજવાળ અથવા અન્ય સમસ્યાઓનું કારણ બની શકે છે.


કેન્સરનું જોખમ વધે છે


લિપસ્ટિકમાં કાર્સિનોજેનિક નામનું  ઘટકો હોય છે, જેનાથી કેન્સર થવાની શક્યતા વધી જાય . બીજી તરફ, લિપસ્ટિક બનાવવા માટે ઉમેરવામાં આવતા રસાયણોને કારણે ઉધરસ, આંખોમાં બળતરા, ગળામાં ખીચખીચ અને અન્ય પ્રકારની એલર્જી થવાની સમસ્યાઓ થઈ શકે છે.


કિડનીના સ્વાસ્થ્ય  માટે પણ હાનિકારક


રોજ લિપસ્ટિક લગાવવાથી કિડની ફેલ થવાની શક્યતા પણ વધી જાય છે. વાસ્તવમાં આ લિપસ્ટિકમાં વપરાતા ઇન્ગ્રીડિએન્ટ   કેડમિયમને કારણે હોઈ શકે છે.


લિપસ્ટિક ખરીદતી વખતે વર્તો આ સાવધાની



  • લિપસ્ટિકમાં આવતા ઇન્ગ્રીડિઅન્ટ પર એકવાર નજર કરો

  • ડાર્ક લિપસ્ટિક ખરીદતી વખતે આ વાતો પર ચોક્કસ ધ્યાન આપો

  • લિપસ્ટિક લગાવતા પહેલા હોઠ પર લગાવો પેટ્રોલિયમ જેલી

  • પ્રેગ્નન્સીમાં ભૂલેચૂકે પણ લિપસ્ટિકનો ઉપયોગ ન કરો

  • સપ્તાહમાં ત્રણ વખતથી વધુ લિપસ્ટિકનો ન કરો ઉપયોગ


 Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.