Monsoon Skin Care:જો આપ મોનસૂનમાં ત્વચા પર ગ્લો લાવવા માંગતા હોવ તો ચોખામાંથી બનેલા આ ફેસ પેકનો અવશ્ય ઉપયોગ કરો. તેનાથી કુદરતી ચમક આવશે અને પિમ્પલ્સ અને કરચલીઓ દૂર થઈ જશે.
વરસાદમાં ગરમીથી તો રાહત મળે છે, પરંતુ ત્વચા ચીકણી અને નિસ્તેજ બની જાય છે. આ ઋતુમાં ખીલ અને પિમ્પલની સમસ્યા ઘણી પરેશાન કરે છે. આવી સ્થિતિમાં તમારે ત્વચાની ખૂબ કાળજી લેવી જોઈએ. હવામાનમાં ભેજને કારણે કેટલાક લોકો માટે ત્વચાની એલર્જી અને શુષ્કતાની સમસ્યા પણ વધી જાય છે. આ માટે તમારે કેટલાક ઘરેલું ઉપાયો કરતા રહેવું જોઈએ. તમારે વરસાદમાં ચોખાના પાણીનો ઉપયોગ અવશ્ય કરવો. ચોખાના પાણીને ચહેરા પર લગાવવાથી ત્વચા ચમકવા લાગશે. તમે ચોખાના પાણીથી ફેસ માસ્ક બનાવી શકો છો. તમને બજારમાં ચોખાના પાણીવાળા ઉત્પાદનો પણ મળશે. ચોખાના પાણીનો ઉપયોગ કેવી રીતે કરવો તે જાણો
પિમ્પલ્સ માટે ચોખાના પાણીથી ફેસમાસ્ક બનાવો
- તમારે પહેલા ચોખાને ધોઈને રાંધવા પડશે. ચોખા ગળી જાય અને પેસ્ટ બની જાય તે રીતે રાંધો.
- હવે ચોખાનું પાણી અને ચોખાને મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો.
- તમારે તેમાં મધ અને કાચું દૂધ ઉમેરવાનું છે.
- હવે તેને આખા ચહેરા પર લગાવો. સુકાઈ ગયા પછી પાણીથી હળવા મસાજ સાથે ફેસ વોશ કરી લો.
- તેનાથી તમારી ખીલની સમસ્યા દૂર થશે અને ત્વચા ચમકવા લાગશે.
- કરચલીઓ માટે ચોખાના પાણીથી ફેસ માસ્ક બનાવો
- જો તમારા ચહેરા પર કરચલીઓ દેખાવા લાગી છે, તો તમે તેના માટે ચોખાના પાણીથી બનેલા આ પેકનો ઉપયોગ કરી શકો છો. તેનાથી ત્વચા ટાઈટ અને ગ્લોઇંગ થશે.
- આ પેક બનાવવા માટે ચોખાને એક-બે દિવસ પલાળી રાખો.
- આ પાણીમાં ચોખાનો લોટ મિક્સ કરીને પેસ્ટ બનાવી લો.
- તમારે તેમાં વિટામિન E કેપ્સ્યુલના તેલના થોડા ટીપા નાખવાના છે.
- બધી વસ્તુઓ મિક્સ કરીને સ્મૂધ પેસ્ટ બનાવો. હવે તેને ચહેરા પર લગાવો.
- સુકાઈ ગયા પછી ઠંડા પાણીથી ધોઈ લો અને ફેસ ક્રીમ લગાવો.
Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી વિધિ, દવા, પદ્ધતિઓ અને દાવાની abp અસ્મિતા પુષ્ટી કરતું નથી. આ પ્રકારના કોઇપણ ઉપચાર,ઉપાય, વિધિ વિધાનનને અનુસરતા પહેલા જે તે વિષયના નિષ્ણાતની સલાહ લો.