Janhvi Kapoor Beauty Secrets: જ્હાન્વી કપૂર બોલિવૂડની સુંદર અભિનેત્રીઓમાંની એક છે. તેની ત્વચા હંમેશા ગ્લોઇંગ  અને ફ્રેશ  રહે છે.  વર્ષ 2018 માં ડેબ્યુ કર્યા પછી, જ્હાન્વીની સુંદરતામાં જરાય પણ કમી નથી આવી તેની સદાબહાર સ્કિનનું શું રાજ છે જાણીએ


લુકસ સાથે કરે છે એક્સપરિમેન્ટ


જ્હાન્વી તેના લુક સાથે અનેક એક્સપરિમેન્ટ કરતી રહે  છે. જો કે તે દરેક લૂકમાં ગોર્જિયશ દેખાય છે. તેમની સુંદર સ્કિનના કારણે દરેક એક્સપરિમેન્ટમાં તે ખૂબસૂરત લાગે છે. જાન્હવી બ્યુટી કેર માટે મોંઘા બ્યુટી પ્રોડક્ટ નહી પરંતુ નેચરલ ટિપ્સને ફોલો કરે છે. જાન્હ્વીએ એક ઇન્ટરવ્યું દરમિયાન જણાવ્યું હતું કે, જ્યારે પણ શરીરમાં થોડો પણ પસીનો થાય છે, તે સૌથી પહેલા ન્હાવાનું પસંદ કરે છે. સ્કિન કેર માટે તે દૂધ, દહી,. મધ, ફળોનો રસ જેવી નેચરલ ચીજોનો ઉપયોગ કરે છે.જેમાં ખાસ ગ્લિસરીન અને ગુલાબજળ છે. ગ્લિસરીન અને ગુલાબ જળ તે રોજ રાત્રે સૂતા પહેલા ચહેરા પર લગાવે છે.




ગ્લિસરીન અને ગુલાબજળના ફાયદા



  • હજારો વર્ષોથી ગુલાબ જળ આપણા સૌંદર્ય ઉત્પાદનોનો એક ભાગ રહ્યો  છે. તેના એન્ટીબેક્ટેરિયલ ગુણ ખીલ ઘટાડે છે અને ચહેરાના સોજાને પણ દૂર કરે છે.

  • આ ઉપરાંત, ગુલાબજળમાં એન્ટિસેપ્ટિક અને એન્ટિઓક્સિડન્ટ્સ પણ હોય છે, જે કોષોને થતા નુકસાન સામે રક્ષણ આપે છે.

  • ગુલાબજળ એન્ટીડિપ્રેસન્ટ અને એન્ટી-એન્ઝાયટી ગુણોથી પણ ભરપૂર છે. તેના એન્ટી એજિંગ ગુણ કરચલીઓ ઘટાડવાનું કામ કરે છે.

  • ગ્લિસરીન ત્વચાને મોઇશ્ચરાઇઝ કરવાનું કામ કરે છે. તેની હાઇડ્રેશન વધારીને ત્વચાને તાજગી આપે છે. તે ત્વચાને પણ કોમળ બનાવે છે.

  • ગ્લિસરિનમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણધર્મો છે, આમ ત્વચાને હાનિકારક સૂક્ષ્મજીવોથી સુરક્ષિત કરે છે.

  • ગ્લિસરીન અને ગુલાબજળનું મિશ્રણ કુદરતી મોઈશ્ચરાઈઝરનું કામ કરે છે, જે ત્વચાને ચમકદાર બનાવે છે. આ મિશ્રણને લગાવવાથી માત્ર ત્વચા જ યુવાન દેખાતી નથી પરંતુ ઘણી સમસ્યાઓ પણ દૂર થાય છે.

  • જો તમે ઈચ્છો તો આ મિશ્રણમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો. તેનાથી ડાર્ક સ્પોટની સમસ્યા પણ દૂર થશે.


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.