Women’s Heal: લાઇફસ્ટાઇલ અને અયોગ્ય આહાર શૈલીના કારણે પુરૂષો અને સ્ત્રીઓમાં અનફર્ટિલિટીની સમસ્યા વધી રહી છે. આજના સમયમાં અનફર્ટીલિટી મહિલાઓમાં વધુ જોવા મળી રહી છે. પ્રજનન ક્ષમતા ઓછું હોવાથી મહિલાઓ કંસીવ નથી કરી શકતી. સેન્ટર ફોર ડીસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા કરવામાં આવેલ સર્વેક્ષણ મુજબ આ બીમારી 9 ટકા વિવાહિત મહિલા પ્રભાવિત છે.


મહિલાઓમાં અનફર્ટિલિટીનું કારણ


સ્ત્રીઓમાં વંધ્યત્વ વધવાના ઘણા કારણો છે, જેમ કે ઓવ્યુલેશન ડિસઓર્ડર, ફેલોપિયન ટ્યુબને નુકસાન, એન્ડોમેટ્રિઓસિસ અને ગર્ભાશયની સમસ્યાઓ, કેટલીકવાર સ્ત્રીઓ આ કારણોસર ગર્ભ ધારણ કરી શકતી નથી. આ સિવાય મહિલાઓમાં ગર્ભધારણ ન થવાના અન્ય ઘણા કારણો છે. જેમ કે હોર્મોનલ બદલાવ, અનિયમિત પીરિયડ્સ અને વધતી સ્થૂળતા, જેના કારણે મહિલાઓને ગર્ભધારણ કરવામાં મુશ્કેલી પડે છે.


જો આપ  પણ ગર્ભધારણ કરવામાં તકલીફ થઈ રહી હોય તો ચિંતા ન કરો, બલ્કે તમારી જીવનશૈલી અને ખાનપાનની આદતોમાં ફેરફાર કરો. જો તમે ગર્ભ ધારણ કરવાનું વિચારી રહ્યા છો, તો આહારમાં કેટલાક ખોરાકનો સમાવેશ કરો જે તમને ગર્ભધારણ કરવામાં મદદ કરશે.


ફોલિક એસિડ સપ્લીમેન્ટને ડાયટમાં કરો સામેલ


ફોલિક એસિડ, જેને વિટામિન બી તરીકે પણ ઓળખવામાં આવે છે. આ આવશ્યક પોષક તત્વ ગર્ભાવસ્થા દરમિયાન બાળકના યોગ્ય વિકાસમાં મદદ કરે છે. ફોલિક એસિડ સ્ત્રીઓ અને પુરુષોમાં પ્રજનન ક્ષમતા વધારવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ફોલિક એસિડ લાલ રક્ત કોશિકાઓ બનાવે છે, તેમજ રોગપ્રતિકારક શક્તિને વધારે છે. મસૂર અને કઠોળ ફોલિક એસિડનો શ્રેષ્ઠ સ્ત્રોત માનવામાં આવે છે. ફોલિક એસિડ મેળવવા માટે તમારે ચણા,  લીલી કોબી, રાજમા, સોયા, પાલક અને સોજીનું સેવન કરવું જોઈએ.


વિટામિન B12: વિટામિન B12 સ્ત્રીઓ માટે એક આવશ્યક પોષક તત્વ છે, જે વંધ્યત્વને દૂર કરે છે. તે નર્વસ સિસ્ટમ અને રક્ત રચનાના કાર્યમાં સુધારો કરે છે. આ જરૂરી પોષક તત્વોની ઉણપને પૂરી કરવા માટે આહારમાં ઈંડા, સોયાબીન, દહીં, માછલી, ઓટ્સ, દૂધ અને ચીઝનો સમાવેશ કરો. આ આવશ્યક વિટામિનની ઉણપ શાકાહારી લોકોમાં વધુ જોવા મળે છે.


આહારમાં ઓમેગા-3 ફેટી એસિડવાળા ખોરાકનો સમાવેશ કરો


 જો તમે ગર્ભધારણ કરવા માંગતા હોવ તો ઓમેગા-3 ફેટી એસિડનો ઉપયોગ કરો. તે ગર્ભધારણમાં મદદ કરે છે, તેમજ ગર્ભાવસ્થા દરમિયાન માતાના શરીરમાં વધુ લાલ કોશિકાઓના ઉત્પાદનમાં મદદ કરે છે. આ આવશ્યક પોષક તત્વો કોલેસ્ટ્રોલને નિયંત્રિત કરે છે. માછલી, બદામ,  ઓમેગા 3 ના શ્રેષ્ઠ સ્ત્રોત છે. માછલીના તેલ ઉપરાંત, આ પોષક તત્વો ઓલિવ તેલ, કેનોલા તેલ, ફ્લેક્સસીડ તેલ અને સોયાબીન તેલમાં પણ હાજર છે.