Health:IVF દરમિયાન શું ખાવું અને શું ન ખાવું તે જાણવા માટે બહુ સંશોધન બહાર આવ્યું નથી. પરંતુ સ્વાસ્થ્ય નિષ્ણાતો હંમેશા એ વાતનું સમર્થન કરે છે કે જો તમે સારો આહાર લો છો. તો ઈંડાની ગુણવત્તા સારી રહે છે. સ્ત્રી હોય કે પુરુષ, આ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે IVF દરમિયાન હેલ્ધી ખાઓ પરંતુ એવું કંઈ પણ ન ખાઓ જેનાથી તમારું વજન વધે. બંને કિસ્સાઓમાં, તેની પ્રજનન પર સીધી અસર થાય છે. ટૂંકમાં કહીએ તો તમે જે ખાવ છો તે તમારી પ્રજનન ક્ષમતાને અસર કરે છે.
પીનર ચીજ ન ખાશો
ઘણા સંશોધનોમાં એ વાત સામે આવી છે કે IVFની સમગ્ર પ્રક્રિયા દરમિયાન પનીર અથવા ચીઝથી અંતર રાખવું જોઈએ. જે મહિલાઓ IVF ની પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે તેઓએ આ બંને વસ્તુ સદંતર છોડી દેવી જોઇએ. તે પ્રતિબંધિત છે કારણ કે લિસ્ટેરિયા રોગ થવાનું જોખમ વધે છે. આ રોગ સગર્ભા સ્ત્રીને સરળતાથી થાય છે.
આર્ટિફિશયલ સુગર અવોઇડ કરો
આર્ટિફિશય સુગરને પણ અવોઇડ કરવી જોઇએ. કારણ કે તે IVF ની સફળતાને અવરોધે છે. એટલા માટે જે મહિલાઓ આ પ્રક્રિયામાંથી પસાર થઈ રહી છે તેમને તેનાથી દૂર રહેવા માટે કહેવામાં આવે છે.
સી ફૂડ્સ
સી ફૂડસ પ્રોટીન અને ફેટી એસિડથી ભરપૂર હોય છે. પરંતુ સીફૂડને ક્યારેય ઓછું રાંધેલું ન ખાવું જોઈએ કારણ કે તે ચેપનું જોખમ વધારે છે. સી ફૂડસમાં મર્કર વધુ માત્રામાં હોય છે. જે ગર્ભના વિકાસમાં સમસ્યા પેદા કરી શકે છે. મર્કરના કારણે બાળકોમાં અનેક જન્મજાત રોગો થઈ શકે છે.
કાચું ઈંડું
જે મહિલાઓ IVF સારવાર લઈ રહી છે તેમણે કાચા ઇંડાનું સેવન ટાળવુ જોઇએ. કારણ કે તેમાં સાલ્મોનેલા નામનો વાયરસ હોય છે. જેના કારણે ફૂડ પોઈઝનિંગનો ખતરો વધી જાય છે. જે મહિલાઓને ઈંડા વધુ પસંદ છે તેમણે તેમને બરાબર પકવીને જ ખાવા જોઇએ.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો