International Women's Day 2022: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસના અવસરે, મહારાષ્ટ્ર ટુરિઝમ ડેવલપમેન્ટ કોર્પોરેશન (MTDC) એ 6 થી 10 માર્ચ સુધી મહિલાઓ અને તેમના પરિવારો માટે પર્યટક આવાસમાં રૂમ બુક કરવા પર ભાડા પર 50 ટકા ડિસ્કાઉન્ટની જાહેરાત કરી છે. મહારાષ્ટ્રના પ્રવાસન મંત્રી આદિત્ય ઠાકરે(Tourism Minister Aaditya Thackeray)એ મહિલા દિવસને ધ્યાનમાં રાખીને છૂટ આપવાની પહેલ કરી હતી. એમટીડીસીના મેનેજિંગ ડાયરેક્ટર જયશ્રી ભોજે કહ્યું કે આ છૂટ ફક્ત રૂમ પર જ મળશે. આ ડિસ્કાઉન્ટ રેસ્ટોરન્ટમાં નાસ્તા, લંચ અને ડિનર પર લાગુ થશે નહીં.
અધિકારીઓએ જણાવ્યું કે આ દરમિયાન મહિલા મહેમાનોનું વિશેષ સ્વાગત કરવામાં આવશે. અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રવાસન વિભાગની IT વિંગે મહિલા મહેમાનો માટે 50 ટકા ડિસ્કાઉન્ટમાં પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે પ્રવાસી આવાસ સંચાલકો માટે વેબસાઇટ પર જરૂરી પ્રોમો કોડ પ્રદાન કર્યા છે. પુણે એમટીડીસીના પ્રાદેશિક મેનેજર દીપક હરણેએ જણાવ્યું હતું કે કોર્પોરેશન દ્વારા ભાડે રાખવામાં આવેલા પ્રવાસી આવાસ માટે પ્રોમો કોડ લાગુ પડતા નથી.
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 8 માર્ચે ઉજવવામાં આવે છે
તેમણે કહ્યું કે 50 ટકા ડિસ્કાઉન્ટ માત્ર રૂમ માટે જ માન્ય છે અને આ ડિસ્કાઉન્ટ વધારાના બેડ તેમજ કોન્ફરન્સ હોલ, લૉન વગેરે પર લાગુ નથી. તમને જણાવી દઈએ કે આખા વિશ્વમાં 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ આર્થિક, રાજકીય, સામાજિક સહિત વિવિધ ક્ષેત્રોમાં ભાગીદારી અને અધિકારોની જાગૃતિ વધારવા માટે ઉજવવામાં આવે છે. સંયુક્ત રાષ્ટ્રએ વર્ષ 1996થી એક વિશેષ થીમ સાથે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવાનું શરૂ કર્યું. આ વખતે યુનાઈટેડ નેશન્સે (Gender equality today for a sustainable tomorrow)"થીમ નક્કી કરી છે.
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીનું શરૂઆત ક્યારે થઇ?
આંતરરાષ્ટ્રીય મહિલા દિનની શરૂઆત એક વિરોધ આંદોલનથી થઇ હતી. વર્ષ 1908માં 28 ફેબ્રુઆરીમાં લગભગ 15 હજાર મહિલાઓએ અમેરિકા અને ન્યુયોર્કમાં રેલી યોજીને નોકરીમાં સમાન સેલેરી અને સમાન કામના કલાકની માંગણી કરી હતી. આ માંગણી સાથે મહિલાઓએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ પ્રદર્શન બાદ 1908માં સોશિયલિસ્ટ પાર્ટી ઓફ અમેરિકાએ વર્ષમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિન તરીકે મનનાવવની જાહેરાત કરી. ત્યાર બાદ તે ફેબ્રુઆરીના અંતિમ રવિવારે મનાવાતો હતો.