Women health: ઉંમર વધવાની સાથે મહિલાઓના શરીરમાં ઘણા ફેરફારો થાય છે. 40 વર્ષની ઉંમરે મહિલાઓના હોર્મોન્સમાં પણ ઘણો ફેરફાર થાય છે. આવી સ્થિતિમાં તમારે આ મેડિકલ ટેસ્ટ ચોક્કસ કરાવવો જોઈએ.


ઘર કામ અને બાળકો સહિતના પરિવારના સભ્યોની જરૂરિયાત પુરી કરવાના કારણે   સ્ત્રીઓ તેમના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહે છે. જ્યાં સુધી લગ્ન અને બાળકો ન હોય ત્યાં સુધી છોકરીઓ ફિટ અને સ્વસ્થ રહે છે, પરંતુ લગ્ન પછી સ્ત્રીઓમાં ઘણા પ્રકારના હોર્મોન્સ બદલાય છે. ખાસ કરીને બાળક થયા પછી સ્ત્રીનું જીવન દરેક રીતે બદલાઈ જાય છે. પરિવાર સાથે બાળકોની વધતી જતી જવાબદારીને કારણે મહિલાઓ પોતાના સ્વાસ્થ્ય પર બિલકુલ ધ્યાન આપતી નથી. આવી સ્થિતિમાં, 40 વર્ષની ઉંમર સુધી, કામ આ રીતે ચાલે છે, પરંતુ તે પછી મહિલાઓના શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થવા લાગે છે.


જો તમારી ઉંમર 40ની આસપાસ છે, તો તમારે તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું જોઈએ. તમારે કેટલાક ટેસ્ટ નિયમિતપણે કરવા જોઈએ, જેથી તમે તમારા સ્વાસ્થ્ય વિશે માહિતી મેળવી શકો. આજે અમે તમને એવા 4 ટેસ્ટ અને રોગો વિશે જણાવી રહ્યા છીએ જે 40 વર્ષથી વધુ ઉંમરની મહિલાઓએ કરાવવી જ જોઈએ.


લિપિડ પ્રોફાઇટ કોલેસ્ટ્રોલ સ્કિનિગ
આ ટેસ્ટમાં બ્લડના નમૂના લઇને કોલેસ્ટ્રોલની તપાસ થાય છે. જો જરૂરત મહેસૂસ થાય  ઇસીજી પણ કરાવવું જોઇએ.


સર્વાઇકલ અને બ્રેસ્ટ કેન્સર સ્ક્રિનિગ
 સર્વાઇકલ કેન્સરની તપાસ માટે પેપ સ્મીયર ટેસ્ટ કરવામાં આવે છે. તમારે 40 વર્ષની ઉંમર પછી આ ટેસ્ટ કરાવવો જોઇએ. આ સિવાય નિયમિત સ્તનની તપાસ કરાવવાનું ભૂલશો નહીં. આ માટે, તમે દર 2-3 અઠવાડિયામાં તમારી જાતને પણ ચકાસી શકો છો. જો તમને સ્તનમાં કોઈ પણ પ્રકારનો દુખાવો અથવા કોઈપણ પ્રકારની ગાંઠ જેવું લાગે છે, તો તરત જ ડૉક્ટરની સલાહ લો.


થાઇરોઇડસ  ટેસ્ટ
થાઇરોઇડ ધીમે ધીમે શરીરની સિસ્ટમ પર અસર કરે છે. 40 વર્ષની ઉંમરે ડૉક્ટરની સલાહ લઈને તમારે થાઈરોઈડ ટેસ્ટ પણ કરાવવો જોઈએ.


વિઝન ટેસ્ટ
જો તમે ચશ્મા અથવા કોન્ટેક્ટ લેન્સ પહેરો છો, તો દર વર્ષે ચોક્કસપણે તમારી આંખની તપાસ કરાવો. જો તમે ચશ્મા પહેરતા નથી, તો તમે તેને 2 વર્ષમાં અથવા કોઈ સમસ્યા હોય તો પણ કરી શકો છો.