Periods Myths: પીરિયડ્સ સાથે જોડાયેલી ઘણી એવી બાબતો છે જેના સાચી માનીને મહિલાઓ ખોટી ચિંતા અને પરેશાનીનો ભોગ બને છે.આવો જાણીએ આ સાથે જોડાયેલી કેટલીક એવી જ બાબતો વિશે, જેને લોકો સાચી માને છે, પરંતુ આ તે માત્ર મિથ છે.


પીરિયડ્સ એ મહિલાઓના જીવનનું એક પાસું છે, જેનો તેમને દર મહિને સામનો કરવો પડે છે. જો કે તે એક જૈવિક પ્રક્રિયા છે, પરંતુ વિશ્વના ઘણા ભાગોમાં, આ સ્થિતિને ધર્મ સાથે જોડી દે છે. તેથી જ કેટલાક કામ કરવાની મનાઇ કરવામાં આવે છે. જેમ કે પૂજા કરવી, ઉપરાંત  વાળ ધોવા, અથાણાંને સ્પર્શ કરવો,તુલસીના છોડને પાણી આપવું, વગેરે  કાર્યો કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવે છે..આપને  પણ આપના  વડીલો પાસેથી આ વાતો ઘણી વાર સાંભળી હશે. આટલું જ નહીં પીરિયડ્સ સાથે જોડાયેલી ઘણી એવી બાબતો છે જેના આધારે મહિલા સાથે અલગ જ વર્તન પિરિયડ્સ દરમિયાન થાય છે. કેટલાક લોકો પિરિયડસ સાથે જોડાયેલી આ માન્યતાને સાચી માની લે છે અને તે મુજબ બીહેવ કરે છે પરંતુ આ વાતોમાં કોઇ તર્ક નથી, કોઇ વૈજ્ઞાનિક તથ્ય નથી. તે તે માત્ર મિથ છે. જાણીએ આ 5 મિથ્સ વિશે


પીરિયડનું લોહી અશુદ્ધ હોય છે


હકીકતઃ તમે ઘણી વાર સાંભળ્યું હશે કે પીરિયડ્સ દરમિયાન મહિલાઓના શરીરમાંથી નીકળતું લોહી અશુદ્ધ અને ગંદુ હોય છે. વાસ્તવમાં, ઘણા લોકો નથી જાણતા કે પીરિયડ્સ સાઇકલ સ્ત્રીઓની પ્રજનન પ્રણાલીમાં એક મહત્વપૂર્ણ પ્રક્રિયા છે, જે તેમને ગર્ભાવસ્થા માટે તૈયાર કરવાનું કામ કરે છે.


માન્યતા: મિસ પિરિયડ એટલે ગર્ભાવસ્થા


હકીકત: જ્યારે પણ સ્ત્રીઓનો પીરિયડ્સ મિસ થાય છે ત્યારે મોટાભાગના લોકો એવું વિચારે છે કે તેઓ ગર્ભવતી છે. જ્યારે એવું નથી કે માત્ર ગર્ભાવસ્થાના કારણે જ  પીરિયડ્સ મિસ થઈ જાય છે. આના માટે અન્ય કેટલાક કારણો હોઈ શકે છે જેમ કે વધુ પડતું વજન, બિનઆરોગ્યપ્રદ ખોરાક ખાવું, પોલિસીસ્ટિક ઓવરી સિન્ડ્રોમ, કોઈપણ રોગ અથવા તણાવ અને હોર્મોનલ અસંતુલન. આના કારણે તમારા પીરિયડ્સ પણ મિસ થઈ શકે છે.


માન્યતા: પીરિયડ્સ દરમિયાન કસરત ન કરવી જોઈએ


હકીકતઃ ઘણા લોકો માને છે કે પીરિયડ્સ દરમિયાન મહિલાઓએ કોઈ ભારે કામ કે કસરત ન કરવી જોઈએ. પરંતુ અમે તમને જણાવી દઈએ કે, પીરિયડ્સ દરમિયાન એક્સરસાઇઝ કરવી તમારા માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આનાથી તમને દુખાવામાં રાહત તો મળશે જ પરંતુ હા જો આપ પહેલાથી ભારે એક્સસાઇઝ કરતા હો તો રૂટીનમાં કરી શકો છો અન્યથા નહી.


માન્યતા: પીરિયડ્સ દરમિયાન કંસીવ નથી થતું


હકીકતઃ પીરિયડ્સ દરમિયાન પણ મહિલાઓ ગર્ભવતી બની શકે છે. કારણ કે પીરિયડ સાયકલ 28-30 દિવસમાં રિપીટ થાય છે. જો કે, જો સ્ત્રીનું પીરિયડ સાયકલ ટૂંકું હોય, તો તે 6 દિવસ પછી સેક્સ્યુઅલી એક્ટિવ થઈ શકે છે. આ પછી ઓવ્યુલેશન પ્રક્રિયા થઈ શકે છે. આ જ કારણ છે કે પીરિયડ્સ પછી પણ સ્પર્મ એક્ટિવ રહી શકે છે.


માન્યતા: પીરિયડ્સ દરમિયાન વાળ ન ધોવા જોઈએ


હકીકત: કોઈ અભ્યાસમાં એવો દાવો કરવામાં આવ્યો નથી કે, સ્ત્રીઓએ પીરિયડ્સ દરમિયાન વાળ ધોવાનું ટાળવું જોઈએ. પીરિયડ્સ દરમિયાન દરેક રીતે સ્વચ્છતા જાળવવી ખૂબ જ જરૂરી છે. આ જ કારણ છે કે આ વાળ ન ધોવા માત્ર મિથ છે.