Morning skin care:શું સવારે ઉઠ્યાં બાદ સ્કિન ડ્રાય લાગે છે અને નિસ્તેજ ચહેરો થઇ જાય છે, આસ્થિતિ દિવસ આખો રહી શકે છે. આ સંકેત દર્શાવે છે કે, આપની સ્કિનનને એક્સ્ટ્રા કેરની જરૂર છે.


કેટલાક લોકો રાત્રે નાઇટ ક્રિમ લગાવીને ઊંઘે છે. આ આદત સ્કિન માટે ખૂબ  સારી છે પરંતુ ડર્મટોલોજિસ્ટના મત મુજબ  જેટલી સ્કિન કેર રાત્રે જરૂરી છે તેટલી જ સવારે પણ કરવી જરૂરી છે. 


સવારમાં ફ્રેશ અને હેલ્થી ત્વચા માટે સ્કિન કેર ટિપ્સને ડેઇલી રૂટીનમાં સામેલ કરાવની જરૂર છે. તેને ફોલો કરવાથી સ્કિન સાથે જોડાયેલી તમામ સમસ્યાથી મુક્તિ મળી જશે. તો જાણીએ શું છે મોર્નિગ સ્કિન કેર ટિપ્સ 


ફ્રેશ વોટર થેરેપી
સવારે ઉઠયાં બાદ સૌથી પહેલા સ્વચ્છ પાણીથી આપનો ચહેરો સાફ કરો. આ દરમિયાનન આપને ચહેરો રગડવાની કે તેને લૂછવાની જરૂર નથી. ચહેરાને સ્વચ્છ ઠંડા પાણીથી 5થી 6 વખત આ રીતે સાફ કરો. પાણીમાં જ એક મોટું બ્યુટી સિક્રેટ છુપાયેલું છે. સવારે ઉઠ્યાં બાદ 1થી 2 ગ્લાસ ખાલી પેટ પાણી પીવો, જેનાથી શરીરમાં જમા ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. રાત્રે સૂતા પહેલા નાઇટ ક્રિમ કે ફેસ મસાજ કરીને ઊંધવાથી પણ સ્કિન હાઇડ્રેઇટ રહે છે અને ડ્રાયનેસથી બચી શકાય છે.


ક્લિન્ઝિંગ ઓઇલ
મોર્નિગ સ્કિન કેરમાં ક્લિન્ઝિંગ ઓઇલનો મહત્વનો રોલ છે. આપ વિચારી રહ્યાં હોય કે ક્લિન્ઝિંગ ઓઇલથી ચહેરો વધુ ઓઇલી થઇ જશે તો એવું નથી. ક્લિન્ઝિંગ ઓયલ મિનરલ બેઇઝ્ડ ઓઇલ હોય છે. ક્લિન્ઝિંગ ઓઇલ લાઇટ વેઇટ પ્રોડક્ટ છે. જે દરેક સ્કિન ટાઇપ માટે બેસ્ટ છે. આ ઓઇલ સ્કિનને ઓઇલી ન કરતા  એકસ્ટ્રા ઓઇલ અને રાત્રે લગાવેલા ક્રિમ અથવા કોઇપણ પ્રોડક્ટને સોફ્ટલી દૂર કરે છે. ક્લિન્ઝિંગ આઇલના માત્ર બે ડ્રોપ્સ ચહેરને ક્લિન કરવામાં કારગર છે. હથેળીમાં બે બુંદ ઓઇલ લઇને ચહેરા પર લગાવો અને હુંફાળા પાણીથી ચહેરાને વોશ કરી લો. 


બેસન અને દહીં માસ્ક 
માસ્ક આપની સ્કિનને નવી લાઇફ આપે છે. બેસનના ગુણો વિશે તો સૌ કોઇ જાણે છે. આ માસ્કની ખાસ વાત તો એ છે કે, આ માસ્ક તૈયાર કરવા માટે આપે વધુ કંઇ નહી કરવુ પડે. દહીમાં બેસન મિક્સ કરીને પેસ્ટ બનાવી લો. તેને નીચેથી ઉપરની તરફ એ રીતે લગાવો, 10 મિનિટ બાદ ચહેરાને ધોઇ લો. આ માસ્ક આપની સ્કિનને રેજુવિનેટની સાથે સાથે ટાઇટનિંગ પણ કરે છે. બેસનમાં એન્ટઓક્સિડન્ટ પ્રોપર્ટીઝ છે.  


સ્કિન ટોનર


ટોનર સ્કિન માટે ખૂબ જ જરૂરી અને ઉપયોગી ચીજ છે. આ ચીજને આપ નિયમિત યુઝ કરી શકો છો. મોટાભાગના લોકો તેનો ઉપયોગ કરતા નથી અને કરે તો યોગ્ય રીતથી નથી કરતા. ટોનર સ્કિને ગ્લો આપે છે. ટોનર સ્કિનનું પીએચ લેવલ બેલેન્સ કરે છે, સ્કિન ટોનર સ્કિનને હાઇડ્રેઇટ રાખે છે. કોટન બેડમાં ત્રણ ચાર બુંદ ટોનર લઇને આપના ચહેરા પર અપ્લાય કરો. આ 3થી4 ટીંપા આપના ચહેરા પર અપ્લાય કરો. જે સ્કિન પર જાદુઇ અસર કરશે. જેને આપ આખો દિવસ મહેસૂસ કરી શકોશો. 


 સીરમ 
સીરમને સ્કિનનું ટોનિક કહીએ તો ખોટું નથી. સીરમ સ્કિનના શીલ્ડ તરીકે કામ કરે છે. સીરમ બહારની પ્રદૂષણથી સ્કિનને પ્રોટેક્ટ કરે છે. જો કે સીરમ લેતી વખતે તે ઘ્યાન રાખવું જોઇએ કે, સીરમ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર છે. સીરમ સ્કિનમાં શોષાઇ જાય છે અને સ્કિનને પ્રોટેક્ટ કરે છે. જોકે સારા એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર સીરમ વધુ કિંમતી હોય છે પરંતુ સ્કિન કેર માટે બેસ્ટ છે.