Corona Omicron Variant: ફરી એકવાર કોવિડ-19 સંક્રમિત દર્દીઓની સંખ્યા વધી રહી છે. ગર્ભાવસ્થા દરમિયાન કોરોના સંક્રમણ માત્ર માતા માટે જ નહીં પરંતુ ગર્ભસ્થ બાળક માટે પણ ખતરો બની શકે છે.


ફરી એકવાર કોવિડ-19 સંક્રમિત દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે.  કોરોનાનું એક નવું વેરિઅન્ટ આવ્યું છે, ઓમિક્રોન, જે ડેલ્ટા વેરિઅન્ટ કરતાં વધુ ચેપી છે. આમાં ગર્ભવતી બાળકો અને મહિલાઓને વધુ જોખમ રહેલું છે. આ સાથે, ગર્ભાવસ્થા દરમિયાન કોરોના સંક્રમણ માત્ર માતા માટે જ નહીં પરંતુ ગર્ભમાં રહેલા બાળક માટે પણ ખતરો બની શકે છે. આવી સ્થિતિમાં તમારે પોતાનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. જાણીએ સંક્રમણથી દૂર રહેવાની ટિપ્સ


હેલ્ધી ફૂડ  ખાઓ અને પૂરતી ઊંઘ લો


 ગર્ભાવસ્થા દરમિયાન સારો ખોરાક અને ઊંઘ ખૂબ જ જરૂરી છે. રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે વધુ પોષણયુક્ત ખોરાક લો. બહારનું જંક ફૂડ, વધુ પડતો તેલ મસાલો, તેલયુક્ત ખોરાક, પેકેજ્ડ ફૂડ અને પ્રોસેસ્ડ ફૂડ ન ખાઓ. ધ્યાનમાં રાખો કે આ સમય દરમિયાન તમારે પૂરતો આરામ પણ લેવો જરૂરી છે.


એક્ટિવ રહો હળવી કસરતો કરો


કોવિડ-19ના જોખમને ટાળવા માટે, તમે ઘરે કસરત કરો તે મહત્વપૂર્ણ છે. તમે યોગ અને ધ્યાનની મદદ પણ લઈ શકો છો, તેનાથી તણાવ અને ચિંતા પણ દૂર થશે.  પ્રાણાયામ  ફેફસાંની તંદુરસ્તી સુધારે છે.


સામાજિક અંતર જાળવો


બહારથી આવેલા તેમજ બીમાર લોકોથી અંતર જાળવા. આવા લોકોને મળવાનું ટાળો, ભીડભાડ વાળી જગ્યાએ જવાનું પણ ટાળો. .


માસ્ક પહેરો અને અંતર રાખો


હંમેશા માસ્ક પહેરો અને લોકોથી અંતર રાખો, ખાસ કરીને જ્યારે ઘરની બહાર નીકળો ત્યારે સેનેટાઇઝર સાથે લઇને નીકળો અને ક્યાંરણ પણ સ્પર્શ કર્યા બાદ હેન્ડ સેનેટાઇઝ કરો. 


ડોક્ટરથી ઓનલાઇન સંપર્કમાં રહો


ડૉક્ટર સાથે ઓનલાઈન મુલાકાત કરો.  આવી સ્થિતિમાં તમારે વારંવાર ઘરની બહાર નીકળવાનું ટાળવું જોઈએ. ડૉક્ટરનો પણ ઑનલાઇન સંપર્ક કરવાનો પ્રયાસ કરો.