Nari Sakti 2022 :મહિલાઓ કોઈપણ ક્ષેત્રમાં પાછળ નથી, પછી તે ક્ષેત્ર વ્યવસાય હોય કે નોકરી. ભારતીય ઘણી મહિલાઓએ સમગ્ર વિશ્વમાં પોતાનું વિશેષ સ્થાન અને ઓળખ બનાવી છે અને સાબિત કર્યું છે કે તેઓ દરેક રીતે નિપુણ છે. આનું શ્રેષ્ઠ ઉદાહરણ બિઝનેસ-વુમન રોશની નાદર મલ્હોત્રા છે જે ભારતની સૌથી ધનિક મહિલા છે.
ભારતની સૌથી ધનિક મહિલા - રોશની નાદર મલ્હોત્રા
HCL ટેક્નોલોજીસના ચેરપર્સન રોશની નાદર મલ્હોત્રા રૂ. 84,330 કરોડની નેટવર્થ સાથે ભારતની સૌથી ધનિક મહિલા છે. કોટક પ્રાઈવેટ બેન્કિંગ-હુરુનના તાજેતરના અહેવાલ મુજબ, રોશની નાદરની નેટવર્થ વર્ષ 2021માં 54 ટકા વધીને રૂ. 84,330 કરોડ થઈ છે અને તેણે સતત બીજા વર્ષે આ સ્થાન જાળવી રાખ્યું છે. 40 વર્ષીય રોશની નાદર મલ્હોત્રા HCL ટેક્નોલોજીના સ્થાપક શિવ નાદરની પુત્રી છે. રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી 31મી ડિસેમ્બર 2021ના રોજ મહિલાઓની કુલ સંપત્તિના આધારે તૈયાર કરવામાં આવી છે.
બીજા નંબરે નાયકાની ફાલ્ગુની નાયર
બીજા નંબરે નાયકાની ફાલ્ગુની નાયર આ સાથે, નાયકાની ફાલ્ગુની નાયર બાયોકોનના કિરણ મઝુમદાર-શોને પાછળ છોડીને રૂ. 57,520 કરોડની નેટવર્થ સાથે ભારતની સૌથી અમીર સેલ્ફ-મેડ મહિલા બની ગઈ છે. 59 વર્ષીય નાયરની સંપત્તિમાં 2021 દરમિયાન 963 ટકાનો વધારો થયો છે અને તે ભારતની બીજા નંબરની સૌથી ધનિક મહિલા છે. બીજી તરફ, કિરણ મઝુમદાર-શોની નેટવર્થ 21 ટકા ઘટીને રૂ. 29,030 કરોડ થઈ છે અને તે દેશની ત્રીજી સૌથી ધનિક મહિલાના સ્થાન પર છે.
રિપોર્ટ અનુસાર, રિચેસ્ટ ઈન્ડિયન વુમનની 2021ની આવૃત્તિ ખાસ કરીને એવી મહિલાઓ પર કેન્દ્રિત છે જેમણે કોર્પોરેટ જગતમાં ઉચ્ચ હોદ્દા પર પોતાની જાતને સ્થાપિત કરી છે. 25 નવા ચહેરાઓએ આ યાદીમાં પોતાનું સ્થાન બનાવ્યું છે આ મહિલાઓ ભારતના ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી)માં બે ટકાનું યોગદાન આપે છે.
આ યાદીમાં સૌથી વધુ 25 મહિલાઓ દિલ્હી-NCRમાં છે. તે પછી મુંબઈ (21) અને હૈદરાબાદ (12) છે. ઉદ્યોગોની દ્રષ્ટિએ, ભારતની ટોચની 100 સૌથી ધનિક મહિલાઓમાંથી 12 ફાર્માસ્યુટિકલ સેક્ટરની, 11 હેલ્થ કેર સેક્ટરની અને 9 કન્ઝ્યુમર ગુડ્સ સેક્ટરની છે.
યંગેસ્ટ સેલ્ફ મેડ વુમન - કનિકા ટેકરીવાલ
જેટસેટગોની 33 વર્ષીય કનિકા ટેકરીવાલ આ યાદીમાં સૌથી યુવા સેલ્ફ મેડ રિચ વુમન બની ગઈ છે. 40 કે તેથી ઓછી વયની 20 માંથી 9 સ્ત્રીઓ સેલ્ફ મેડ વૂમનની યાદીમાં છે. યાદીમાં મહિલાઓની વર્તમાન સરેરાશ ઉંમર અગાઉની યાદીની સરખામણીએ વધીને 55 વર્ષ થઈ ગઈ છે.