Masoor Dal Facial: મસૂરનો ઉપયોગ લોકો ત્વચાની સાર સંભાળ માટે રે છે.  ચહેરાના નિખાર માટે કરે છે. મસૂરનો ફેસ પેક પણ લગાવે છે. અમે તમને અહીં જણાવીશું કે મસૂર દાળનો ફેસ પેક લગાવવાથી શું ફાયદા થાય છે?


 મસૂરનો ઉપયોગ લોકો ત્વચાની સંભાળ માટે  કરે છે. તેનાથી ત્વચા નિખરે છે. તેથી જ લોકો  મસૂરનો ફેસ પેક પણ લગાવે છે. મૂસર દાળનો ફેસ પેક કે હોમ  ફેશિયલ,  મિનિટોમાં તમારા ચહેરાને ગલોઇંગ  અને ડાઘ રહિત બનાવે છે. આ એક સંપૂર્ણપણે નેચરલ ટ્રીટમેન્ટ  છે.આપને જણાવી દઈએ કે ચહેરા પર ઈન્સ્ટન્ટ ગ્લો લાવવા માટે લોકો પાર્લરમાં મોંઘા ફેશિયલ ટ્રીટમેન્ટ કરતા હોય છે.જો કે મસૂરની દાળના ફેસપેક પાર્લરની મોંઘી ટ્રીટમેન્ટથી ખર્ચ બચાવશે અને તે પાર્લર જેવો જ ગ્લો પણ આપશે.


મસૂરની દાળના ફાયદા


મસૂરની દાળથી ક્લિન્ઝિંગ


મસૂરની દાળથી ચહેરો સાફ કરવા માટે એક વાડકી દાળમાં કાચું દૂધ મિક્સ કરીને તેને  પીસી લો. હવે આ પેસ્ટને ચહેરા પર લગાવો અને થોડા સમય પછી તમારા ચહેરાને હૂંફાળા પાણીથી ધોઈ લો.


દાળમાંથી મોઇશ્ચરાઇઝર બનાવો


દાળમાંથી હોમમેઇડ મોઇશ્ચરાઇઝર તૈયાર કરવા માટે, દાળને પીસી લો.હવે એક ચમચી મસૂરનો પાઉડર લો, પછી તેમાં અડધી ચમચી હળદર અને ગુલાબજળ મિક્સ કરીને ચહેરા પર લગાવો અને 10 મિનિટ પછી ચહેરો સાફ પાણીથી ધોઈ લો. આ ત્વચાનું મોશ્ચર જાળવવામાં આ પેક મદદ કરશે. આ પેક  દરરોજ લગાવી શકો છો.


 મસૂરની દાળથી સ્ક્રબ કરો


 મસૂરને ત્વચા માટે શ્રેષ્ઠ સ્ક્રબિંગ એજન્ટ માનવામાં આવે છે.આ સ્થિતિમાં, બે ચમચી દાળમાં એક ચમચી કાચું દૂધ અને એક ચમચી ગ્રાઉન્ડ ઓટ્સ મિક્સ કરો. હવે આ મિશ્રણને ચહેરા પર લગાવો અને હળવા હાથે ઘસી લો  અને સ્વચ્છ પાણીથી ચહેરો ધોઈ લો.


Skin Care: ગ્લોઇંલ સ્કિન ઇચ્છો છો તો આ છે બેસ્ટ ડાયટ પ્લાન, આ ફૂડને ડાયટમાં અચૂક કરો સામેલ 


ગ્લોઈંગ સ્કિન માટે નોન-વેજીટેરિયન તેમજ વેજીટેરિયન ફૂડ ચાર્ટ પછી હવે એવા ખોરાક વિશે જાણવાનો સમય આવી ગયો છે કે જેને રોજિંદા આહારમાં સામેલ કરીને તેનો લાભ લઈ શકાય છે. યુવાન ત્વચા માટે ખાદ્યપદાર્થો વિશે જાણો.


પાણી -દરરોજ ઓછામાં ઓછા 8 થી 10 ગ્લાસ પાણી પીવાની ભલામણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે પાણી શરીરને હાઇડ્રેટેડ રાખે છે તેમજ શરીર અને ત્વચામાંથી ઝેરી તત્વોને બહાર કાઢવામાં મદદ કરે છે. આ ચમકતી ત્વચા મેળવવામાં મદદ કરી શકે છે.  પાણીની બોટલ હંમેશા તમારી સાથે રાખો.


ગ્રીન વેજિટેબલ--ગ્લોઈંગ સ્કિન માટે ડાયેટની વાત કરવામાં આવે તો લીલા પાંદડાવાળા શાકભાજી સૌથી પહેલા આવે છે. વિટામિન B12 ની ઉણપને કારણે હાયપરપીગ્મેન્ટેશન થાય છે.  જે ત્વચાને કાળી કરી શકે છે. બીજી તરફ, પાલક જેવા લીલા પાંદડાવાળા શાકભાજીમાં વિટામિન B12 સારી માત્રામાં જોવા મળે છે, જે શરીરમાં આ ખાસ વિટામિનની ઉણપને પૂર્ણ કરીને હાઈપરપીગ્મેન્ટેશનને અટકાવી શકે છે.


હળદર- કુદરતી ચમક મેળવવા માટે હળદરનો ઉપયોગ કરી શકાય છે. વાસ્તવમાં, એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે હળદરમાં પોલિફીનોલ્સ મળી આવે છે. હળદરમાં જોવા મળતા પોલિફીનોલ્સ ત્વચામાં મેલાનિન (કુદરતી રંગદ્રવ્ય) ના ઉત્પાદનને રોકવામાં મદદ કરી શકે છે.


વિભિન્ન પોષકતત્વોથી ભરપૂર ફળ પણ સ્કિનને એવરગ્રીન રાખે છે. ફળો સ્કિનમાં કોલેજનને ઉત્પાદન કરવામાં મદદ કરે છે. તેમાં મોજૂદ વિટામિન સી અને અન્ય પોષકતત્વો સ્કિનને સદા જવા રાખે છે. 


પપૈયાનો ઉપયોગ સ્કિન માટે કારગર છે. તેમાં પપાઇન નામનું એંજાઇમ હોય છે. જે સ્કિનને નિખારવામાં અને તેને યંગ રાખવામાં મદદ કરે છે. સાથે જ તે એન્ટીઓક્સિડન્ટસ ગુણોથી ભરપૂર છે. જેમાં વિટામિન સી, ઇ, સારી માત્રામાં છે. જે સ્કિનને મોશ્ચરાઇઝ રાખીને સંક્રમણથી પણ બચાવે છે અને હેલ્ધી રાખે છે.


દહીંનું સેવન ત્વતા માટે અનેક રીતે મદદગાર છે. દહીમાં એલ-સિસ્ટીન પેપ્ટાઇડ હોય છે. રિસર્ચમાં આ વાતની પુષ્ટી થઇ છે.તે સ્કિન વ્હાઇટનિગ એજેન્ટ તરીકે કામ કરે છે. દહીંના સેવનથી ત્વચામાં નિખાર આવે છે અને સ્કિન ગ્લોઇંગ બને છે. 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે, abp અસ્મિતા કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.