Women Health:કેટલીક યુવતીઓને પીરિયડ્સ દરમિયાન એટલો દુખાવો થાય છે કે, તેમને દવાઓ, હીટિંગ પેડનો ઉપયોગ કરવો પડે છે. તમે તમારી ઊંઘની પેટર્ન બદલીને પણ પીડામાંથી રાહત મેળવી શકો છો.


સ્ત્રી માટે પીરિયડ્સ આવવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે તે દર્શાવે છે કે તમે શારીરિક રીતે સ્વસ્થ છો કે નહીં. પીરિયડ્સમાં ગરબડ છે, તેનો અર્થ એ નથી કે, તમારું સ્વાસ્થ્ય સારું નથી. પરંતુ પીરિયડ્સના તે 5 દિવસ દરેક માટે આસાન નથી હોતા. કેટલીક મહિલાઓ કે યુવતીઓ માટે ખૂબ જ પેઇન ફુલ હોય છે.  આ દરમિયાન  પેટ અને થાઈમાં ભારે દુખાવોનો સામનો કરવો પડે છે.


આ દુખાવાથી છુટકારો મેળવવા માટે કેટલીક યુવતીઓ  પીરિયડ્સ દરમિયાન પેઇન કિલરનો સહારો લે છે તો કેટલીક યુવતી ગરમ પાણીનો શેક કરીને રાહત મેળવે છે.  તેમને દવાઓ, હીટિંગ પેડનો ઉપયોગ કરવો પડે છે. દવાઓ તમને રાહત આપે છે પરંતુ તેની શરીર પર ઘણી આડઅસર થાય છે. તેથી જ આજે અમે તમને પીરિયડ્સના દુખાવાથી રાહત મેળવવાની કેટલીક કુદરતી રીતો જણાવીશું. જેના કારણે તમને તાત્કાલિક રાહત મળશે.


પીરિયડ્સ દરમિયાન ડાબી બાજુ સૂવાનો પ્રયાસ કરો


જો તમે પીરિયડ્સ દરમિયાન થતા દુખાવાથી રાહત મેળવવા માંગતા હોવ તો તમારે ડાબી બાજુ સૂવું જોઈએ. તેનાથી તમને તાત્કાલિક રાહત મળશે. જાણીતા ગાયનેકોલોજિસ્ટ ડો.સુષ્મા તોમરે ઓન્લી માય હેલ્થને જણાવ્યું કે, પીરિયડ્સ દરમિયાન ડાબી બાજુ સૂવાથી ગર્ભાશયમાં લોહીનો પ્રવાહ વધે છે. જેના કારણે પીરિયડ્સના દુખાવામાં રાહત મળે છે. ડાબા પડખે સૂવાથી લીવર પર પણ દબાણ નથી આવતું.


તમારા ઘૂંટણ નીચે ઓશીકું રાખીને સૂવો


પીરિયડ્સ દરમિયાન પેટના નીચેના ભાગમાં દુખાવો થાય છે. આવી સ્થિતિમાં ઘૂંટણ નીચે ઓશીકું રાખીને સૂવાથી ઘણી રાહત મળે છે. જો તમે તમારા ઘૂંટણ નીચે ઓશીકું રાખી પીઠ પર સૂવો છો તો  તમને ઘણી રાહત મળશે. તેનાથી પેટ પરનો તાણ ઓછો થાય છે. જેમાં પીરિયડ્સના દુખાવામાં રાહત મળે છે.


પીરિયડ્સ દરમિયાન પેટ પર સુવાથી પણ ઘણી રાહત મળે છે.


પેટ પર સૂવું ખૂબ સારું માનવામાં આવતું નથી. પરંતુ પીરિયડ્સના દુખાવાથી બચવા માટે તમે થોડીવાર પેટ પર સૂઈ શકો છો. પેટ પર સૂવાથી પેટના નીચેના ભાગમાં દુખાવો અને ખેંચાણથી તરત જ રાહત મળે છે. અને તમને ધીરે ધીરે રાહત મળે છે.