Home Remedies :હાથની યોગ્ય સારસંભાળ ન રાખવાથી સ્કિન ડલ અને ડ્રાય થઇ જાય છે અને ઉંમર પહેલા જ તેમાં કરચલી પડી જાય છે. હાથને ત્વચાને મુલાયમ બનાવવા માટે આપ આ ઘરેલુ નુસખાને ઉપયોગ કરી શકો છે, જે ખૂબ જ કારગર છે.


ટેનિંગ: જો હાથ પર ટેનિગ હોય તો લીંબુ ટેનિગને દૂર કરે છે, એક બાઉલમાં ગરમ પાણી લો અને તેમાં અડધા લીંબુનો રસ નીચોવી દો. લીંબુની છાલથી 10-10 મિનિટ બંને હાથમાં સ્ક્રબ કરો. રોમ છિદ્રો ખૂલશે અને ટેનિંગ દૂર થશે સોફ્ટ સોપ કે વોશ વોશ હેન્ડ વોશ કરો અને ત્યારબાદ મોશ્ચરાઇઝર લગાવી દો.


ડ્રાઇનેસ: જો હાથની સ્કિન ડલ અને ડ્રાય હોય તો ગુલાબજળનો પ્રયોગ કરો. એક મોટા બાઉલમાં પાણી ગરમ કરો. 2 ગુલાબ અને અસેંશિયલ ઓઇલની આવશ્યકતા રહેશે. બાઉલમાં અસેંશિયલ ઓઇલમાં 2-3 બુંદ ઉમેરો. ગુલાબની પાંખડી પણ પાણીમાં નાખો. આ પાણીમાં 10થી12 મિનિટ હાથ ડૂબાડી રાખો. હેન્ડ વોશ કર્યાં બાદ હાથ પર મોશ્ચરાઇઝર લગાવો પણ ધ્યાન રાખો કે હાર્ડ સાબુના બદલે ફેશવોશ અથવા તો સોફ્ટ સાબુનો જ ઉપયોગ કરો.


પિંગમેટેશન: સૂકી ત્વતા અને પિંગમેટશનમાં દૂધનો પ્રયોગ કારગર છે. એક બાઉલમાં હુંફાળું દૂધ લો, પછી 10-12 મિનિટ હાથને તેમાં ડૂબાડી રાખો અને દૂધથી માલિશ કરો. આ ટિપ્સ હાથને મુલાયલ કરવામાં મદદ કરશે.


જો આપના હાથ વધુ ડલ અને ડ્રાઇ હોય તો આપને એપ્સમ સોલ્ટ અને ઓલિવ ઓઇલની જરૂર પડશે. એક બાઉલમાં થોડું ગરમ પાણી કરો અને તેમાં 12 કપ સોલ્ટ ઉમેરો, તેમાં ઓલિવ ઓઇલની 2-3 બુંદ ઉમેરો, આ બાઉલમાં 10-12 મિનિટ હાથ ડુબાડીને રાખો અને ત્યારબાદ ક્રિમથી મોશ્ચારાઇઝ કરી લો.


Skin Care Tips: વિન્ટરમાં આ કુદરતી વસ્તુઓની મદદથી  મેળવો  સોફ્ટ અને  ગ્લોઇંગ સ્કિન, આ ઘરેલુ ટિપ્સ અજમાવી જુઓ


શિયાળામાં ત્વચા ખૂબ જ શુષ્ક અને નિર્જીવ થઈ જાય છે. આ ઋતુમાં ત્વચા સંબંધિત અનેક પ્રકારની સમસ્યાઓ જોવા મળે છે. તેથી જ શિયાળાની ઋતુમાં ત્વચાની ખાસ કાળજી લેવી જરૂરી છે.


 શુષ્ક ત્વચાની સમસ્યા આ ઋતુમાં વધુ હોય છે. કુદરતી નુસખા અપનાવીને તમે શુષ્ક ત્વચાથી પણ છુટકારો મેળવી શકો છો અને તમારો ચહેરો ખીલેલો દેખાશે. આવો જાણીએ આ ઉપાયો વિશે...


ગ્લિસરીનમાં મોઇશ્ચરાઇઝિંગ ગુણ હોય છે, જેનો ઉપયોગ કરીને તમે શુષ્ક ત્વચાથી રાહત મેળવી શકો છો. શિયાળાની ઋતુમાં ત્વચાને ગ્લિસરીનથી મસાજ કરો, તેનાથી ત્વચાને મોશચર  મળે છે.


બદામનું તેલ વિટામિન-એ, વિટામિન-ઇ, ઝિંક, ઓમેગા-3 ફેટી એસિડ પોષક તત્વોથી ભરપૂર છે. જે ત્વચાને મુલાયમ અને ગ્લોઇંગ  બનાવે છે. શિયાળામાં ત્વચાને સ્વસ્થ રાખવા માટે તમે બદામના તેલથી નિયમિત માલિશ કરી શકો


શિયા બટરમાં રહેલા ગુણો ત્વચાને સુધારવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ અનેક પ્રકારના બ્યુટી પ્રોડક્ટ્સમાં પણ થાય છે. તે કુદરતી મોશ્ચરાઇઝર  તરીકે કામ કરે છે. તે શુષ્ક ત્વચા, સનબર્ન જેવી સમસ્યાઓથી બચાવે છે.


એલોવેરા જેલ શુષ્ક ત્વચાને મોઇશ્ચરાઇઝ કરે છે. તેમાં વિટામિન-એ, વિટામિન-સી જેવા તત્વો મળી આવે છે, જે ત્વચાને સ્વસ્થ રાખે છે. તે તમારી ત્વચાને ડીપ નરિસમેન્ટ આપતા સ્કિને ગ્લોઇંગ બનાવે છે.


ત્વચાને સુધારવા માટે ક્રીમનો ઉપયોગ કરી શકાય છે. તેનાથી ત્વચા મોઈશ્ચરાઈઝ્ડ રહેશે. ફોલ્લીઓ દૂર કરવાની સાથે તે કરચલીઓની સમસ્યાથી પણ રાહત આપે છે.