Women Fitness Tips: સ્ત્રીઓએ ઉંમર પ્રમાણે અમુક વિટામિન અને પોષક તત્વોનું સેવન કરવું જોઈએ. તેનાથી તેમનું સ્વાસ્થ્ય અને સુંદરતા બંને જળવાઈ રહેશે.


જેમ જેમ આપણી ઉંમર વધે તેમ, શરીરને વધુ વિટામિન્સ અને ખનિજોની જરૂર  પડે છે. ખાસ કરીને મહિલાઓના શરીરમાં 40 વર્ષ પછી ઘણા પોષક તત્વોની અછત સર્જાય છે. તેનું મોટું કારણ મહિલાઓની ખાવા-પીવામાં બેદરકારી અને શારીરિક ફેરફારો છે. બાળકો થવાના કારણે અને હોર્મોન્સમાં ઘણા બદલાવને કારણે મહિલાઓ બીમારીઓથી  ઘેરાવા લાગે છે. ચાલો જાણીએ, 40 વર્ષની ઉંમર પછી મહિલાઓએ કયા વિટામિન્સનું સેવન કરવું જોઈએ.


 વિટામિન માટે જરૂરી વિટામિન


 વિટામિન D


 વધતી ઉંમર સાથે મહિલાઓને હાડકાં સંબંધિત સમસ્યાઓથી પરેશાન થવા લાગે છે. આવી સ્થિતિમાં મહિલાઓએ વિટામિન ડી અને કેલ્શિયમથી ભરપૂર ખોરાક લેવો જ જોઈએ. તેનાથી તમને સાંધાના દુખાવા અને કમરના દુખાવામાં રાહત મળશે. દૂધ, ચીઝ, મશરૂમ, સોયા, માખણ, ઓટમીલ, ફેટી ફિશ, ઈંડા જેવી વસ્તુઓને આહારનો ભાગ બનાવો.


 વિટામિન C


 મહિલાઓ ખાવા-પીવા બાબતે  થોડી બેદરકાર હોય છે, જેના કારણે રોગપ્રતિકારક શક્તિ નબળી પડી જાય છે. તમારે 40 વર્ષ પછી ખોરાકમાં વિટામિન સીથી ભરપૂર ખોરાક લેવો જ જોઈએ. આ માટે લીંબુ, નારંગી, લીલા શાકભાજી અને આમળા જેવી વસ્તુઓ ખાવી જોઇએ.


  વિટામિન E


 વધતી ઉંમર કેટલીકવાર સ્ત્રીઓના ચહેરા પર પ્રતિબિંબિત થાય છે. આવી સ્થિતિમાં મહિલાઓએ વિટામિન ઈથી ભરપૂર વસ્તુઓનું સેવન કરવું જોઈએ. વિટામિન E તમારી ત્વચા, વાળ અને નખને સ્વસ્થ રાખશે. તેનાથી કરચલીઓ, ડાઘની સમસ્યા પણ દૂર થશે. વિટામિન E માટે, તમે બદામ, મગફળી, માખણ અને પાલક ખાઓ.


  વિટામિન A-


સ્ત્રીઓને 40-45 વર્ષમાં મેનોપોઝમાંથી પસાર થવું પડે છે. આવી સ્થિતિમાં હોર્મોનલ ચેન્જ પણ આવે છે. ક્યારેક તેની અસર તમારા સ્વાસ્થ્ય પર પણ જોવા મળે છે. આવા સમયે મહિલાઓએ વિટામિન A થી ભરપૂર ખોરાક લેવો જોઈએ. વિટામિન A માટે, તમે ગાજર, પપૈયા, કોળાના બીજ અને પાલક ખાઈ શકો છો.


 વિટામીન B


 સ્ત્રીઓએ વધતી ઉંમરમાં વિટામીન B થી ભરપૂર ખોરાક લેવો જ જોઈએ. તેનાથી તમારું માનસિક સ્વાસ્થ્ય સારું રહે છે. ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીઓ માટે વિટામિન B9 ખૂબ જ મહત્વપૂર્ણ છે. આ માટે તમે કઠોળ, અનાજ, યીસ્ટ જેવી વસ્તુઓને ડાયટમાં સામેલ કરી શકો છો.


 


Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp  અસ્મિતા  કોઈપણ પ્રકારની માન્યતા, માહિતીને સમર્થન આપતું નથી. કોઈપણ માહિતી અથવા ધારણા લાગુ કરતાં પહેલાં, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.