Smart Bra:આપણા દેશમાં હાલ કેન્સરના કેસની સંખ્યામાં સતત વધારો જોવા મળી રહ્યો છે. સામાન્ય માણસથી લઈને સેલેબ્સ ગંભીર બીમારીઓથી પીડિત જોવા મળે છે. ખાસ કરીને સ્તન કેન્સર આજકાલ ભારતીય મહિલાઓ માટે મોટી સમસ્યા બની રહી છે. કેન્સર ગમે તે પ્રકારનું હોય, તે એટલું ખતરનાક અને જીવલેણ છે કે શરૂઆતમાં તેને ઓળખવું ખૂબ મુશ્કેલ છે. પરંતુ હવે IIT કાનપુરના એક વિદ્યાર્થીએ આ ક્ષેત્રમાં એક સિદ્ધિ હાંસિલ કરી છે.
IIT કાનપુરના વિદ્યાર્થીએ સ્માર્ટ બ્રા બનાવી છે
ખરેખર, IIT કાનપુરના એક વિદ્યાર્થિનીએ સ્તન કેન્સરના પ્રારંભિક લક્ષણોને ઓળખવા માટે એક ખાસ પ્રકારની બ્રા બનાવી છે. તેને સ્માર્ટ બ્રા કહેવામાં આવી રહી છે.
કેવી રીતે કામ કરશે આ સ્માર્ટ બ્રા?
રિપોર્ટ અનુસાર, સંશોધક શ્રેયા નાયરે આ સ્માર્ટ બ્રા ડિપાર્ટમેન્ટ ઓફ બાયોસાયન્સ એન્ડ બાયોએન્જિનિયરિંગના પ્રોફેસર અમિતાભ બંદોપાધ્યાયના માર્ગદર્શન હેઠળ બનાવી છે. શ્રેયાનું માનવું છે કે, બ્રેસ્ટ કેન્સર ઝડપથી ફેલાઈ રહ્યું છે આ સમયે એ ખૂબજ જરૂરી છે કે લોકોને તેની સમય રહેતા ખબર પડી જાય. કારણ કે મોટાભાગે આ રોગની જાણ થાય ત્યાં સુધી તે તેના લાસ્ટ સ્ટેજમા પહોંચી ગયું હોય છે. અમે આશા રાખીએ છીએ કે આ બ્રા દ્વારા આપણે સમયસર આ રોગનું નિદાન કરી શકીશું. જેથી દર્દીને પ્રારંભિક તબક્કામાં જ સારવાર મળી શકે. જેથી તેમનો જીવ બચી જાય.
બ્રા પહેર્યા પછી કેવી રીતે કામ કરશે?
તમારે આ બ્રાને દરરોજ માત્ર એક મિનિટ માટે પહેરવી પડશે અને જો સેન્સર કંઈપણ અસાધારણ વસ્તુ શોધી કાઢે છે, તો તે ડોક્ટરની સલાહ લેવી અનિવાર્ય છે. આ સ્માર્ટ બ્રા પર હાલ હોસ્પિટલમાં ટેસ્ટ ચાલી રહ્યા છે. જો તે સારી રીતે કામ કરે છે. તે એક કે બે વર્ષમાં દુકાનો અને બજારોમાં સરળતાથી ઉપલબ્ધ થઈ શકે છે. તેની કિંમત લગભગ 5,000 રૂપિયા હશે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે અત્યારે એવું કંઈ નથી. હાલમાં અમે તેના પર કામ કરી રહ્યા છીએ.
આ સમગ્ર પ્રોજેક્ટનું નેતૃત્વ કરી રહેલા પ્રોફેસર અમિતાભ બંધોપાધ્યાયે જણાવ્યું હતું કે જો આ બ્રાને મહિનામાં એકવાર ચાર્જ કરીએ તો તે આખો મહિનો ચાલશે. આ ઉપકરણ પહેર્યાની એક મિનિટમાં એલર્ટ જારી કરશે. હાલમાં તેની ક્લિનિકલ ટ્રાયલ હોસ્પિટલમાં ચાલી રહી છે. જો તે આમાં સફળ થશે તો આ ડિવાઇસ ટૂંક સમયમાં બજારમાં ઉપલબ્ધ થશે.