Women Health :સ્ત્રીઓને ઉંમર પ્રમાણે ઘણા વિટામિન્સ અને મિનરલ્સની જરૂરિયાત બદલાતી રહે છે. તેમના આહારમાં પોષક તત્વોનો સમાવેશ કરવો જોઈએ. આવો જાણીએ કઈ ઉંમરે મહિલાઓએ શું ખાવું જોઈએ.


શરીરના સારા સ્વાસ્થ્ય માટે પોષક તત્વો ખૂબ જ જરૂરી છે. તેમની ઉણપ આપણા સ્વાસ્થ્ય અને રોગપ્રતિકારક શક્તિ બંનેને અસર કરે છે. એવું માનવામાં આવે છે કે પુરુષો કરતાં સ્ત્રીઓના શરીરમાં વધુ પોષક તત્વોની જરૂર હોય છે. આનું એક કારણ છે કે પુરૂષો કરતા મહિલાઓને વધુ સ્વાસ્થ્ય સમસ્યાઓ હોય છે. મહિલાઓએ તેમની ઉંમર પ્રમાણે પોષક તત્વોનું સેવન કરવું જોઈએ. આવી સ્થિતિમાં તમારા આહારમાં ભરપૂર માત્રામાં પોષક તત્વોનો સમાવેશ કરો. અહીં જાણો ઉંમર પ્રમાણે મહિલાઓ માટે કયા પોષક તત્વો ખૂબ જ જરૂરી છે. 


25 વર્ષથી ઓછી વયની યુવતી માટે



  • કેલ્શિયમઃ- આ ઉંમરે છોકરીઓને કેલ્શિયમની જરૂર હોય છે. આવી સ્થિતિમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ લો, જેથી હાડકાં અને માંસપેશીઓનો યોગ્ય વિકાસ થાય અને તે મજબૂત બને. આ માટે તમારે ડેરી ઉત્પાદનો, માછલી, સોયાબીનનું સેવન કરવું જોઈએ.

  •  - સમગ્ર દિવસ દરમિયાન લગભગ 1 હજાર મિલિગ્રામ

  •  વિટામિન ડી – કેલ્શિયમ પણ હાડકા માટે જરૂરી છે. વિટામીન ડીના સૂર્યના કિરણોમાંથી મળે છે.આપ કેલ્શિયમ માટે દૂધ,  સૅલ્મોન ફિશ અને અનાજનો ડાયટમાં સામલે કરો.

  • ડોઝ - સમગ્ર દિવસ દરમિયાન 600 IU

  •  આયર્ન- દર મહિને પીરિયડ્સના કારણે શરીરમાં આયર્નની ઉણપ થાય છે, જેના કારણે શરીરમાં નબળાઈ આવવા લાગે છે. આવી સ્થિતિમાં માંસ, માછલી, પાલક, દાડમ અને બીટરૂટનું પુષ્કળ પ્રમાણમાં સેવન કરો.

  • ડોઝ - દરરોજ 18 મિલિગ્રામ


 25-40 વર્ષની સ્ત્રીઓ



  • ફોલિક એસિડ- ફોલિક એસિડ ડીએનએ અને આરએનએની રચનામાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. ગર્ભાવસ્થા દરમિયાન શરીરને પૂરતા પ્રમાણમાં ફોલિક એસિડ મળવું ખૂબ જ જરૂરી છે. તે માટે સાઇટ્રસ ફળો, રાજમા, ઇંડા અને કઠોળનો ડાયટમાં સમાવેશ કરો.

  • ડોઝ - સગર્ભા સ્ત્રી માટે દરરોજ 600 એમસીજી

  • સ્તનપાન કરાવતી સ્ત્રીઓ માટે 500 mcg

  •  આયોડિનઃ- આ ઉંમરની સ્ત્રીઓમાં શરીરના વિકાસ માટે પુષ્કળ પ્રમાણમાં આયોડિન જરૂરી છે.

  • ડોઝ - સમગ્ર દિવસ દરમિયાન 150 એમસીજી

  •  આયર્ન- 25 થી 50 વર્ષની મહિલાઓએ પણ ભરપૂર માત્રામાં આયર્નનું સેવન કરવું જોઈએ.

  • ડોઝ - દરરોજ 18 મિલિગ્રામ

  • સગર્ભા સ્ત્રીઓ દરરોજ 27 મિલિગ્રામ

  •  વિટામિન્સ B12 અને B16 - રોગપ્રતિકારક શક્તિને મજબૂત કરવા માટે જરૂરી છે. તે લીલા શાકભાજી, દૂધ, માછલીમાંથી મળે છે.

  • માત્રા - વિટામિન B12 2.4 મિલિગ્રામ દૈનિક

  • વિટામિન B16 1.3 મિલિગ્રામ દૈનિક


  Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર ધારણાઓ અને માહિતી પર આધારિત છે. અત્રે એ ઉલ્લેખ કરવો જરૂરી છે કે abp અસ્મિતા  કોઈપણ પ્રકારની ઓળખ, માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા, સંબંધિત નિષ્ણાતની સલાહ લો.