સાયન્સ ઓફ હેપીનેસ:  યુનિવર્સિટી ઓફ કેલિફોર્નિયા બર્કલેના રિસર્ચ અનુસાર, તમે તમારી જાતને ખુશ રાખવાનું શીખી શકો છો. વૈજ્ઞાનિકો માને છે કે જ્યારે તમે તમારા મનમાં તમારા સકારાત્મક અનુભવો સાથે જોડાયેલ લાગણીઓને સક્રિય કરો છો, ત્યારે તમે વર્તમાનમાં પણ એવું જ અનુભવવાનું શરૂ કરીને ખુશ કરહી શકો છો. આ પ્રક્રિયામાં તમારી જાતને અનુકૂળ કરવા માટે આપે કેટલીક  પદ્ધતિને ફોલો કરવી પડશે.  આખરે આ પદ્ધતિ શું છે. જાણીએ..


હીલ મેથડ પાછળનું મનોવિજ્ઞાન શું છે?


 હીલનો અર્થ થાય છે ઘા રૂઝવો. વૈજ્ઞાનિકોના મતે, જ્યારે તમે ભૂતકાળના સકારાત્મક અનુભવોને યાદ કરો છો, ત્યારે તમે તેમની સાથે સંકળાયેલી લાગણીઓને ફરીથી જીવંત કરો છો. આ લાગણીઓ તમને અન્ય સારા અનુભવોની યાદ અપાવે છે, જે તમારી ખુશીમાં વધારો કરે છે. આ પ્રક્રિયા દ્વારા, તમે વર્તમાનમાં પણ  ખુશ રહી શકો છો. ઉપરાંત, જીવન સાથે સંકળાયેલા જૂના ઘાને સાજા કરવાનો પ્રયાસ કરી શકે છે.


હીલ મેથડ કઇ રીતે કામ કરે છે.



  1. સારી લાગણી અનુભવવી


 તમે શારીરિક અથવા માનસિક રીતે સકારાત્મક અનુભવ મેળવી શકો છો. ઉદાહરણ- તમારા પરિવારને લગતી સારી યાદોને તાજી કરવી.



  1. અનુભવ સાથે જોડાયેલી ભાવનાઓને સમજો


સંશોધન મુજબ, લાંબા સમય સુધી કોઈ અનુભવ સાથે જોડાયેલી ખુશીને અનુભવવા માટે તમારે તમારી લાગણીઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. તે અનુભવના દરેક પાસાઓ વિશે વિચારો. તમને સૌથી વધુ આનંદ આપતી વસ્તુ વિશે ફરીથી અને ફરીથી વિચારો. તેને યાદ કરો.



  1. અનુભવને જીવો


આપની મેમરીમાં આ અનુભવ માટે એક અલગ જગ્યા બનાવી લો,   જ્યારે પણ તમારા મનમાં નકારાત્મક વિચારો આવે ત્યારે આ યાદોને તાજી કરો.



  1. સકારાત્મકને નકારાત્મક સાથે જોડો


 જીવનમાં એવા ઘણા અનુભવો છે જેની સાથે નકારાત્મક લાગણીઓ જોડાયેલી હોય છે. જ્યારે આવી યાદો તમારા મગજમાં ફરી આવે છે, તો તમારે તેમાં પણ કંઈક સકારાત્મક શોધવું જોઈએ. ઉદાહરણ- જો કોઈ નજીકની વ્યક્તિ સાથે ઝઘડો થાય તો તે વ્યક્તિની સારી આદતો વિશે વિચારવાથી તમારું મન શાંત થશે.