મહેસાણા પાસે કાર-લક્ઝરી બસ વચ્ચે અકસ્માત, બે સગા ભાઈ સહિત 7નાં મોત, જાણો વિગતે
કાર પાલનપુરથી અમદાવાદ તરફ આવી રહી હતી તે દરમિયાન કારનું ટાયર ફાટતાં સામેથી આવી રહેલ લક્ઝરી બસ સાથે અથડાઈ હતી જેના કારણે કાર અંદાજે 10 ફૂટ જેટલી ઘસડાઈ હતી. જ્યારે આ અકસ્માતમાં સાત લોકોનાં મોત નિપજ્યાં હતાં. જેમાં બ્રિજેશ અને ગોપાલ બંન્ને સગા ભાઈઓ હોવાનું જાણવા મળ્યું છે. તેના પિતાનું એક વર્ષ પહેલા જ નિધન થયું હતું.
આ અકસ્માતમાં બ્રિજેશ સંજય કાકડીયા, ગોપાલ સંજય કાકડીયા (નિકોલ-અમદાવાદ), મોનાંગ કિશોરભાઈ જાદવાની (માંડવા ભાવનગર), દિવ્યપાલસિંહ ઝાલા (પીઆઈનો પુત્ર), આદિત્ય જયેશ પટેલ ( અમદાવાદ) સહિત સાત લોકોના મોત નિપજ્યાં હતાં. આ અકસ્માતમાં મોત નિપજેલ પાંચ લોકોની ઓળખ થઈ ગઈ હતી જ્યારે અન્ય બે લોકોની ઓળખ થઈ નહોતી.
જેના કારણે કાર 10 મીટર સુધી ઘસડાઈ હતી. ઘટના સ્થળે જ કારમાં સવાર સાતેય યુવાનના મોત નિપજ્યાં હતાં. જ્યારે અકસ્માત થતાં જ લક્ઝરી બસમાં સવાર લોકોએ બૂમાબૂમ કરી મૂકી હતી.
મોડીરાત્રે કાર પાલનપુરથી અમદાવાદ તરફ આવી રહી હતી આ કારમાં અમદાવાદના 7 યુવાનો સવાર હતાં. લક્ઝરી બસ અમદાવાદથી પાલનપુર તરફ જઈ રહી હતી તે દરમિયાન કારનું ટાયર ફાટતાં કાર ડિવાઈડર કૂદીને સામેથી આવી રહેલ લક્ઝરી બસમાં ઘૂસી ગઈ હતી
મહેસાણા: મોડી રાત્રે મહેસાણા-ઊંઝા હાઈવે પર કાર અને લક્ઝરી બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં કારમાં સવાર સાતેય લોકોનાં ઘટનાસ્થળે મોત નિપજ્યાં હતાં. આ અકસ્માતને કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. પોલીસને જાણ થતાં મોડી રાત્રે ઘટનાસ્થળે આવી પહોંચી હતી. આ અકસ્માતમાં એક પીઆઈનો પુત્ર હોવાનું જાણવા મળ્યું છે.