મહેસાણા: રાહુલ ગાંધી અને ગુજરાત કોંગ્રેસના નેતાઓ સાથે સ્ટેજ પર પાસના કયા નેતા જોવા મળ્યાં, જાણો વિગતે
તેમણે નાટકીય રીતે 10 લાખની ચલણી નોટો રજૂ કરી હતી. ત્યારે ભાજપના ભરત પંડ્યાએ એવો દાવો કર્યો હતો કે આ આરોપો તદ્દન ખોટાં છે. તેમણે નરેન્દ્ર પટેલની વિશ્વસનિયતા પર પ્રશ્નો ઉઠાવ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ વિવાદ હજી સમ્યો નથી ત્યાં રાહુલ ગાંધી સાથે નરેન્દ્ર પટેલે સ્ટેજ શેર કરતા નવો વિવાદ ઉભો થયો છે. ભાજપ આ ઘટનાને પગલે પોતે સાચા હોવાનું અને નરેન્દ્ર પટેલ દ્વારા કરવામાં આવેલા આરોપો કોંગ્રેસ દ્વારા ઉભા કરવામાં આવેલા હોવાનું જણાવ્યું હતું.
નરેન્દ્ર પટેલ આ મામલાને કોર્ટમાં લઈ ગયા હતા. તેમણે જીતુ વાઘાણી અને ભાજપના કેટલાંક નેતાઓ વિરુદ્ધ કોર્ટમાં દાવો કર્યો હતો. પોતાની તરફેણમાં પુરાવા રજૂ કરતા એક વ્યક્તિને પણ કોર્ટમાં રજૂ કર્યો હતો.
નરેન્દ્ર પટેલ ગાંધીનગરમાં જીતુ વાઘાણીની હાજરીમાં ઓક્ટોબરની 22 તારીખે ભાજપમાં જોડાયા હતા જોકે તે પછી ગણતરીના કલાકોમાં જ તેમણે રાતે પ્રેસ કોન્ફરન્સ યોજીને એવો દાવો કર્યો હતો કે ભાજપમાંથી વરુણ પટેલ મારફતે મને 1 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી અને ટોકન પેટે 10 લાખ રૂપિયા રોકડા આપવામાં આવ્યા હતા.
મહેસાણા: પાટીદાર નેતા હાર્દિક પટેલનો સાથીદાર અને ઉત્તર ગુજરાતમાં પાસના નેતા નરેન્દ્ર પટેલ કે જેણે ભાજપમાં જોડાયા પછી કલાકોમાં જ યુ-ટર્ન લઈને ભાજપ પર તેમને કરોડ રૂપિયામાં ખરીદવા ઓફર કરાઈ હોવાનો આરોપ મૂક્યો હતો. જોકે શાસક પક્ષે તેમના દાવાને ફગાવી દીધાં હતા અને કોંગ્રેસ તરફથી બધું જ ઉપજાવી કાઢવામાં આવ્યું હોવાની વાત કરી હતી. કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ઉત્તર ગુજરાતના પ્રવાસના બીજા દિવસે તે જ પાસના નેતા નરેન્દ્ર પટેલ તેમની સાથે મહેસાણામાં સ્ટેજ પર જોવા મળ્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -