મહેસાણાઃ ભાજપે કોંગ્રેસનું નાક વાઢીને કઈ રીતે આંચકી લીધી નગરપાલિકા? જાણો વિગત
મહેસાણા: કોંગ્રેસ શાસિત મહેસાણા નગરપાલિકામાં ઘર ફૂટે ઘર જાય જેવો ઘાટ થયો હતો અને ભાજપે કોંગ્રેસના બળવાખોરોના ટેકાથી નગરપાલિકા કબજે કરવામાં સફળતા મેળવી છે. કોંગ્રેસના 9 બળવાખોર સભ્યોએ પક્ષના વ્હીપની ઉપરવટ જઇ ભાજપના 15 સભ્યોના ટેકાથી રઇબેન પટેલને પ્રમુખ બનાવ્યાં હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appભાજપી સભ્યોએ ભારત માતાની જય બોલાવી હતી. નોંધનીય છે કે, કોંગ્રેસના નારાજ નેતા શંકરસિંહ છાવણીના નગરસેવક સંજય બ્રહ્મભટ્ટ ચૂંટણી પ્રક્રિયાથી અળગા રહેતાં બાપુ જાય છે ની અટકળોને બળ મળ્યું હતું. આમ ભાજપે લાંબા સમયથી ચાલતા ઓપરેશનને પાર પાડીને કોંગ્રેસનો ખેલ પાડી દીધો છે.
નગરપાલિકાનાં ભૂતપૂર્વ પ્રમુખ નિમિષા પટેલે પક્ષના વ્હીપની વિરૂધ્ધ રઇબેન પટેલના નામની દરખાસ્ત કરી હતી, જેને કોંગ્રેસના 9 અને ભાજપના 15 સભ્યોએ ટેકો આપ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર સોનલબેન પટેલને 19 મત મળ્યા હતા. આથી રઇબેન પટેલને પ્રમુખપદે ચૂંટાયેલા જાહેર કરાતાં કોંગ્રેસી છાવણીમાં સોપો પડી ગયો હતો.
આ ચૂંટણી પહેલાં કોંગ્રેસે ચિઠ્ઠી ઉછાળીને 84 ગામ પાટીદાર સમાજનાં નગરસેવિકા સોનલબેન પટેલના નામનો વ્હીપ આપતાં જ પક્ષના 6 પાટીદારો સહિત 9 નગરસેવકોએ બળવો કરી પક્ષના વ્હીપ સામે વિરોધ નોંધાવતાં હંગામો મચ્યો હતો. ભાજપે ઉમેદવાર ઉભો રાખવાનું ટાળ્યું હતું અને બળવાખોરોને ટેકો આપવાનું નક્કી કર્યું હતું.
કોંગ્રેસનાં બળવાખોર રઇબેન પટેલને 24 અને સોનલબેન પટેલને 19 મત મળ્યા હતા. કોંગ્રેસના નગરસેવક સંજય બ્રહ્મભટ્ટ ગેરહાજર રહ્યા હતા. બોર્ડરૂમમાં શનિવારે 3-40 કલાકે ઇન્ચાર્જ પ્રાંત અધિકારી કલ્પનાબેન ગઢવી અને ચીફ ઓફિસર નવનીત પટેલની ઉપસ્થિતિમાં પ્રમુખપદ માટે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરાઈ હતી.
શનિવારે બપોરે નગરપાલિકાના પ્રમુખ પદ માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાયેલી ચૂંટણી પૂર્વે કોંગ્રેસે ચિઠ્ઠી ઉછાળી સોનલ પટેલના નામનો વ્હીપ આપ્યો હતો. જો કે નગરપાલિકાના પૂર્વ પ્રમુખ નિમિષા પટેલ સહિત સત્તાધારી પક્ષના કેટલાક કાઉન્સિલરે બળવો કરી પક્ષના વ્હીપ સામે મતદાન કરી ભાજપને જીત અપાવી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -