મહેસાણા: નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આંબેડકરની મૂર્તિને હાર પહેરાવ્યો પછી દલિતોએ શું કર્યું, જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણાના ફુવારા ખાતે બાબા આંબેડકરની મૂર્તિ પર દરેક સમાજના લોકોએ ફૂલહાર કર્યા હતા. સાથે જ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પણ મૂર્તિના ફૂલહાર કરવા પહોંચ્યા હતા. નીતિન પટેલ સહિત ભાજપના કાર્યકરો બાબા આંબેડકર ચોકમાં એકઠા થયા હતા.
કારણ કે નીતિનભાઈ ભાજપનો ખેસ પહેરીને આવ્યા હતા. જેથી સમાજના આગેવાનો દ્વારા મૂર્તિને દૂધ અને પાણીથી ધોઈને શુદ્ધિકરણ કરવામાં આવ્યું હતું અને સમાજ દ્વારા વિરોધ દર્શાવવામાં આવ્યો હતો.
બાબાસાહેબની 127મી જન્મ જયંતીની ઉજવણી મહેસાણામાં પણ કરવામાં આવી હતી. મહેસાણાના ફુવારા સ્થિત આવેલી ડો. બાબાસાહેબની મૂર્તિને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પણ ફૂલહાર કર્યા હતા. પરંતુ દલિત સમાજના લોકોમાં નીતિન પટેલને લઈ રોષ જોવા મળ્યો હતો.
મહેસાણા: આજે ડો.ભીમરાવ બાબાસાહેબની 123 જન્મ જયંતીની ઉજવણીને લઈ મહેસાણામાં નાયબ મુખ્યમંત્રી હાજર રહ્યા હતા અને બાબા આંબેડકરની મૂર્તિને ફૂલહાર કર્યા હતા. પરંતુ મહેસાણા દલિત સમાજ દ્વારા નાયબ મુખ્યમંત્રીનો વિરોધ કરાયો હતો. જ્યાં દલિતોએ આંબેડરની મૂર્તિને શુદ્ધિકરણ કર્યું હતું.
- - - - - - - - - Advertisement - - - - - - - - -