પાટણના મારામારીના કેસમાં હાર્દિક પટેલ અંગે કોર્ટે આપ્યો શું આદેશ? જાણો વિગત
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણ: મહેસાણાના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલ પર પાટણમાં હુમલો કરવાના પ્રકરણમાં પાસ નેતા હાર્દિક પટેલ ત્રણ દિવસના રિમાન્ડ પર હતો. આજે સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ પૂર્ણ હાર્દિક, દિનેશ બાંભણીયા અને મહેશ પટેલને પાટણ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. જ્યાં પોલીસે તેમના વધુ રિમાન્ડની માગણી કરી હતી. જોકે, કોર્ટે રિમાન્ડ નામંજૂર કર્યા હતા.
હાર્દિક પટેલની આણંદ અને દિનેશ બાંભણીયાની રાજકોટથી પોલીસે ધરપકડ કર્યા બાદ તેમને પાટણ પોલીસ હવાલે કરી દેવાયા હતા. બંનેને મંગળવારે કોર્ટમાં રજૂ કરવાના હતા, પણ બંનેને આખો દિવસ સમી પોલીસ સ્ટેશનના રૂમમાં બંધ રખાયા હતા. પછી રાત્રે 9 વાગ્યે બંનેને ચૂપચાપ પાટણ લાવી જજના બંગલે રજૂ કરી પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે કોર્ટે 3 દિવસના એટલે કે 1 સપ્ટેબર સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
પાટણ કોર્ટ દ્વારા હાર્દિક સહિત ત્રણેયના રિમાન્ડ નામંજૂર કરતાં હવે ત્રણેયને જ્યુડિશિયલ કસ્ટડીમાં રાખવામાં આવશે. નોંધનીય છે કે, હાર્દિક પટેલે આ કેસ કાઢી નાંખવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે. જોકે, તેના પિતાએ તેની મંજૂરી વગર વકીલ બી.એમ. માંગુકીયાએ આ અરજી કરી હોવાનો ઘટસ્ફોટ કર્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -