હાર્દિક પટેલને આજે સાંજે કેટલા વાગે રજૂ કરાશે કોર્ટમાં ? જાણો શું થઈ શકે?
આ ફરિયાદના પગલે રાજ્યના તમામ જિલ્લાઓમાં વાયરલેસ દ્વારા જાણ કરવામાં આવી હતી. જેમાં આણંદ પોલીસે હાર્દિક પટેલની અને રાજકોટ પોલીસે દિનેશ બાંભણીયાની ધરપકડ કરી હોવાના મેસેજ મળતાં પાટણ પોલીસની ટીમોને મોકલી બંનેને પાટણ જિલ્લામાં લવાયા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસરકારી વકીલે 10 દિવસના રીમાન્ડ માગ્યા હતા, પણ જજ સોલંકીએ 10 દિવસના બદલે 3 દિવસના રીમાન્ડ મંજૂર કરાયા હતા. આ પહેલાં પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક અશ્વીન ચૌહાણે મંગળવારે સવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે હાર્દિક તથા બાંભણીયા સામે લૂંટ તથા હુમલાની ફરિયાદ નોંધાઈ છે.
મંગળવારે રાત્રે 9 કલાકે હાર્દિક પટેલ તથા દિનેશ બાંભણીયા એ બંને આરોપીઓને પાટણ ખાતે લવાયા હતા અને જ્યુડીશિયલ કોર્ટના જજ વી.કે.સોલંકીના બંગલે રજૂ કરાયા હતા. સરકાર તરફે એપીપી બી.વી.પટેલ, હાર્દિકના વકીલ આર.ડી.દેસાઇ અને દિનેશના વકીલ મહેન્દ્રભાઇ પટેલે દલીલો કરી હતી.
હાર્દિક પટેલની આણંદ અને દિનેશ બાભણીયાની રાજકોટથી પોલીસે ધરપકડ કર્યા બાદ તેમને પાટણ પોલીસ હવાલે કરી દેવાયા હતા. બંનેને મંગળવારે કોર્ટમાં રજૂ કરવાના હતા પણ બંનેને આખો દિવસ સમી પોલીસ સ્ટેશનના રૂમમાં બંધ રખાયા હતા. પછી રાત્રે 9 વાગ્યે બંનેને ચૂપચાપ પાટણ લાવી જજના બંગલે રજૂ કરી પોલીસે 10 દિવસના રિમાન્ડ માંગ્યા હતા. જો કે કોર્ટે 3 દિવસના એટલે કે 1 સપ્ટેબર સાંજે 5 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
આજે કોર્ટમાં પોલીસ વધુ રિમાન્ડની માગણી કરી શકે છે. જોકે, કોર્ટ શું વલણ અપનાવે છે, તે જોવાનું રહેશે. જો કોર્ટ રિમાન્ડ મંજૂર નહીં કરે તો તેને કસ્ટડીમાં મોકલી આપવામાં આવશે. નોંધનીય છે કે, હાર્દિક પટેલે આ કેસ કાઢી નાંખવા માટે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે.
પાટણ: મહેસાણાના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલ પર પાટણમાં હુમલો કરવાના પ્રકરણમાં પાસ નેતા હાર્દિક પટેલ ત્રણ દિવસના રિમાન્ડ પર હતો. હાર્દિકના આજે સાંજે પાંચ વાગ્યા સુધીના રિમાન્ડ ફાળવેલા છે. આથી પાટણ પોલીસને સાંજે પાંચ વાગ્યા સુધીમાં હાર્દિક પટેલને કોર્ટમાં રજૂ કરવો પડશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -