પાટણઃ ગૃહપતિ વિદ્યાર્થીઓ સાથે આચરતો હતો સૃષ્ટી વિરુદ્ધનું કૃત્ય, કેવી રીતે થયો પર્દાફાશ?
આ અંગેની વિગતો એવી છે કે, અત્યંજ પ્રગતિ મંડળ સંચાલિત હોસ્ટેલમાં 20 જેટલા વિદ્યાર્થીઓ રહીને અભ્યાસ કરે છે. આ હોસ્ટેલના ગૃહપતિ અશોકભાઈ પરમાર છે. અશોક પરમાર અને અન્ય એક વ્યક્તિ છેલ્લા ઘણાં સમયથી વિદ્યાર્થીઓને પોતાની હવસનો શિકાર બનાવતા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણઃ શહેરની અત્યંજ પ્રગતિ મંડળ સંચાલિત હોસ્ટેલનો ગૃહપતિ અને અન્ય એક વ્યક્તિ હોસ્ટેલના વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતા હોવાની ઘટના સામે આવતાં વાલીઓએ આજે હોબાળો મચાવી દીધો હતો. રોષે ભરાયેલા વાલીઓએ પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટનાસ્થલે પહોંચી હતી.
ગૃહપતિની હરકતોથી તંગ આવી ગયેલા વિદ્યાર્થીઓએ પોતાના વાલીઓને વાત કરતા સમગ્ર ઘટના પ્રકાશમાં આવી હતી. વાલીઓને જાણ થતાં તેઓ તાબડતોબ હોસ્ટેલ પહોંચી ગયા હતા અને ત્યાં હોબાળો મચાવી દીધો હતો. તેમણે પોલીસને બોલાવતાં પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -