હાર્દિક સામેના પાટણ લૂંટ અને મારીમારી કેસમાં શું આવ્યો અણધાર્યો વળાંક? જાણીને ચોંકી જશો

હવે આ બંને ફરિયાદીઓએ મેજિસ્ટ્રેટ સામે એફિડેવિટ કરતાં સમગ્ર ઘટનામાં એક અણધાર્યો વળાંક આવી ગયો છે. પોલીસે તો બીજા ત્રણ દિવસના રિમાન્ડની પણ માગણી કરી હતી. જોકે, કોર્ટે તેમના રિમાન્ડ મંજૂર ન કરતાં તેમને સબજેલમાં મોકલી અપાયા હતા. હવે ફરિયાદીઓએ એફિડેવિટ કરતાં શું થાય છે, તે જોવાનું રહ્યું.
આ ફરિયાદ પછી હાર્દિક પટેલની આણંદ જતાં ધરપકડ કરવામાં આવી હતી અને પછી આખી રાત તેને સમી પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યો હતો. 24 કલાક પછી કોર્ટમાં રજૂ કરવાનો હતો, પરંતુ તેને દિવસ દરમિયાન કોર્ટમાં રજૂ કરાયો નહોતો. તેમજ તેને રાતે 9 વાગ્યે પાટણ લાવી જજના બંગલે રજૂ કરી પોલીસે 10 દિવસના રિમાન્ડ માગતા ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા.
નોંધનીય છે કે, આ બંનેએ ફરિયાદ કરી તેમાં આરોપીઓમાં તેનું નામ છે. પરંતુ તેમને જે ફરિયાદ નોંધાવી છે અને જે ઘટનાક્રમ વર્ણવ્યો છે, તેમાં હાર્દિકની કોઈ ભૂમિકા બતાવી નહોતી. માત્ર આરોપીઓના લિસ્ટમાં તેનું નામ હતું.
વાત જાણે એવી છે કે, ફરિયાદી નરેન્દ્ર પટેલ અને દીલીપ સાવલિયાએ પાટણ મેજીસ્ટ્રેટ સમક્ષ એફિડેવિટ કરીને જણાવ્યું છે કે, જે ગૂના બાબતે અમે ફરિયાદ કરી છે તેમાં હાર્દિક ઘટનાસ્થળે હાજર જ નહોતો. તેનું આખી ઘટનામાં કોઈ ઈન્વોલ્વમેન્ટ નથી.
પાટણ: મહેસાણાના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલ પર પાટણમાં હુમલો કરવાના પ્રકરણમાં પાસ નેતા હાર્દિક પટેલના ત્રણ દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં તેને સબજેલમાં મોકલી આપવામાં આવ્યો છે. ત્યારે આ કેસમાં ન ધાર્યો હોય એવો વળાંક આવ્યો છે. જે સાંભળીને તમે પણ ચોંકી જશો.