બ્લેક મનીના વ્હાઈટ કઈ રીતે કરવા, ગુગલ પર આ સર્ચ કરવામાં ક્યા જિલ્લાના લોકો છે મોખરે, જાણીને ચોંકી જશો
સમગ્ર વિશ્વમાંથી પણ હાલ 'બ્લેક' મનીને 'વ્હાઇટ'માં કેમ ફેરવવા તે શોધવામાં સ્વાભાવિકપણે ભારત મોખરે છે. આ યાદીમાં નેપાળ બીજા અને યુનાઇટેડ આરબ અમિરાટ્સ ત્રીજા, સાઉદી અરેબિયા ચોથા અને સિંગાપોર પાંચમાં સ્થાને છે. સાઉદી અરેબિયા, યુએઇ અને સિંગાપોરમાં ભારતીયો ખૂબ જ વધારે છે.
અહીં આવેલું માર્કેટ યાર્ડ જીરા માટે એશિયાનું સૌથી મોટુ માનવામાં આવે છે. જેથી અહીં વ્યાપક પ્રમાણમાં વ્યાપારીઓ પોતાનો વ્યાપાર કરે છે. આ સમગ્ર વ્યાપાર કેશમાં થાય છે. રસપ્રદ વાત એ છે કે શહેરની આ યાદીમાં ૨૧ નવેમ્બર સુધી રાજકોટ મોખરે હતું અને હવે મહેસાણાએ તેને ઓવરટેક કરી લીધું છે.
મહેસાણા મુખ્યત્વે કૃષિ પર આધાર રાખે છે. મહેસાણાના લોકો મોટેભાગે ખેતી પર આધાર રાખે છે. મહેસાણાથી ૨૭ કિલોમીટરના અંતરે આવેલા ઉંઝામાં ઇસબગુલ અને જીરાનું મોટાપાયે ઉત્પાદન થાય છે.
આ અંગે સર્ચ કરવામાં રાજકોટ બીજા સ્થાને છે. આશ્ચર્યની વાત એ છે કે યાદીમાં ગુજરાતનું 'હબ' ગણાતું અમદાવાદ ૨૨ નવેમ્બર સુધી ટોપ-ફાઇવમાં પણ સ્થાન ધરાવતું નથી. આ યાદીમાં જામનગર ત્રીજા, સુરત ચોથા, ગાંધીનગર પાંચમાં સ્થાને છે.
અમદાવાદઃ વડાપ્રધાન મોદી દ્ધારા 500 અને 1000 રૂપિયાની જૂની નોટ પર પ્રતિબંધ લાગ્યા બાદ બ્લેકમની ધરાવતા લોકોમાં ફડફડાટ વ્યાપી ગયો હતો. પોતાની પાસે રહેલા કાળા નાણાને કેવી રીતે વ્હાઇટ કરવા તે માટે લોકો અવનવા રસ્તાઓ શોધી રહ્યા છે. એક રિપોર્ટમાં ખુલાસો થયો છે કે 'બ્લેક' મનીના 'વ્હાઇટ' કેમ કરવા તે માટે લોકો ગૂગલની પણ મદદ લઇ રહ્યા છે. એટલું જ નહીં સમગ્ર ભારતમાં ગૂગલની મદદ લેનારા રાજ્યોની સરખામણીએ ગુજરાતે સતત છેલ્લા બે સપ્તાહથી મોખરાનું સ્થાન જાળવ્યું છે.
મળતી વિગતો અનુસાર, 'બ્લેક' મનીના 'વ્હાઇટ' કેમ કરવા તે અંગે ગૂગલ સર્ચ કરવામાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ સ્થાને છે. એટલું જ નહીં ગુજરાતમાં પણ 'બ્લેક'માંથી 'વ્હાઇટ' કેમ કરવા તે શોધવામાં અમદાવાદ, સુરત, વડોદરા જેવા મહાનગર નહીં પણ મહેસાણા મોખરે છે.