સ્વ. કેતન પટેલના પિતાને હાર્ટ એટેક આવતાં હોસ્પિટલમાં દાખલ, જાણો કઈ રીતે જશે પુત્રની અંતિમયાત્રામાં?
મહેસાણા સિવિલથી રવિવારે સવારે 8 વાગે કેતનની સ્મશાન યાત્રા નીકળી છે. આ અંતિમયાત્રા રાધનપુર ચોકડીથી પાંચોટના માર્ગે નુગર બાયપાસથી મીઠા- સામેત્રા થઇને બલોલ પહોંચશે. કેતન પટેલના પિતા મહેન્દ્રભાઇ નાજુક તબિયતને કારણે સીધા સ્મશાને પહોંચી પુત્રને અગ્નિ સંસ્કાર આપશે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appહોસ્પિટલના ર્ડા. કાર્તિક પટેલે જણાવ્યું કે, ઇસીજી કઢાવતાં હ્રદયમા લોહી ઓછું પહોચતું હોવાનું જણાય છે. તેમને વર્ષ-2008માં એટેક આવેલો હોઇ ઓબ્ઝર્વેશનમાં રખાયા છે. કેતનના પિતાને હાર્ટ એટેક આવતાં શબયાત્રાનો કાર્યક્રમ રદ કરી અંતિમયાત્રા કાઢવાનો નિર્ણય લીધો છે.
મહેસાણાઃ ચોરીના કેસમાં ધરપકડ પછી કસ્ટડીમાં પોલીસના મારથી જેનું મોત નિપજ્યું તે મહેસાણાના બલોલ ગામના કેતન પટેલના પિતા મહેન્દ્રભાઇ પટેલને શનિવારે સવારે 7 વાગે છાતીમાં દુ:ખાવો ઉપડતાં ગામમાં પ્રાથમિક સારવાર બાદ મહેસાણા લાઇફ લાઇન આઇસીયુમાં ખસેડાયા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -