સ્વ. કેતન પટેલના પોસ્ટમોર્ટમની સીડી આપવા મુદ્દે કોર્ટે આપ્યો ક્યો મહત્વનો ચુકાદો?
સરકારે દહેશત વ્યક્ત કરી હતી કે, પીએમની સીડી આપવામાં આવે તો તે સોશિયલ મીડિયામાં ફરતી થઇ શકે છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતી બગડી શકે છે. આ અરજી શુક્રવારે મહેસાણા ચીફ જ્યુડિશિયલ જજ વાજપેયી સમક્ષ ચાલી હતી. કોર્ટે શનિવારે સરકાર તરફે કરાયેલી અરજી ગ્રાહ્ય રાખી ફરિયાદીની અરજી કાઢી નાખી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકસ્ટોડિયલ ડેથમાં ફરી કરાયેલા પોસ્ટ મોર્ટમની સીડી લેવા કેતનના પિતા મહેન્દ્રભાઇ પટેલે 10 જૂને મહેસાણા કોર્ટમાં અરજી કરી હતી. આ અરજી જ્યુડિશિયલ કોર્ટે મંજૂર રાખી હતી. જેના વિરોધમાં સરકાર તરફથી મહેસાણા ચીફ કોર્ટમાં અરજી આપીને આ સીડી આપવા સામે સ્ટે આપવાની માગ કરાઈ હતી.
મહેસાણાઃ સ્વ. કેતન પટેલના કસ્ટોડિયલ ડેથ પ્રકરણમાં થયેલા ફેર પોસ્ટ મોર્ટમની સીડી ફરિયાદીને આપવા સામે સરકાર તરફથી અપાયેલી અરજી મહેસાણા ચીફ કોર્ટે ગ્રાહ્ય રાખી 30 દિવસનો સ્ટે આપ્યો હતો. ફરિયાદીએ 30 દિવસમાં રિવીજન અરજી કરી ચીફ કોર્ટમાં જાણ કરવા આદેશ કરાયો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -