મહેસાણાના આ ગામમાં 18 વર્ષથી નાનાં છોકરાં-છોકરીઓ મોબાઈલ નહીં રાખી શકે, કારણ જાણીને ચોંકી જશો
મહેસાણાઃ મહેસાણા તાલુકાના લીંચ ગામમાં 18 વર્ષની નીચેના યુવક યુવતીઓ ઉપર મોબાઈલ રાખવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. ગ્રામસભામાં મળેલી બેઠકમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે. મહેસાણાથી 15 કિલોમીટર દૂર આવેલા લીંચ ગામમાં છેલ્લા એક વર્ષથી યુવક-યુવતી ભાગી જવાની તેમજ આપઘાતની ઘટનાઓ ગામ માટે પડકારરૂપ બની હતી. હાલમાં જ એક જ કુટુંબના યુવક-યુવતીએ પ્રેમસંબંધોનો જીવતા સળગીને અંત લાવવાની હ્રદયદ્વાવક ઘટનાએ ગામજનોને હચમચાવી મુક્યા હતા. આ ઘટના બાદ મોબાઈલ રાખવા પર પ્રતિબંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ અંગે ગામનાં સરપંચ અંજુબેન પટેલે કહ્યું કે, 18 વર્ષથી નીચેના યુવક- યુવતીઓ પર મોબાઇલ રાખવા પ્રતિબંધ મુકયો છે અને આ નિર્ણયને ગ્રામજનોએ બંને હાથ ઉંચા કરી સમર્થન આપ્યું છે. યુવક-યુવતી વચ્ચે અંદરો અંદર સંબંધો ધ્યાને આવતાં જ જો પરિવાર કે આગેવાનો દ્વારા કાઉન્સેલિંગ કરાય તો અઘટીત ઘટનાઓ બનતી અટકાવી શકાય.
થોડા સમય પહેલા ગામના ગામના યુવક- યુવતીએ ટ્રેન નીચે પડતું મૂકીને આપઘાત કર્યાની અફવા ઉડી હતી. જ્યારે તેમના ઘરે ગઇ ત્યારે યુવતી સાસરીમાં હોવાનું ખુલ્યું હતું. આવી અફવાથી યુવક-યુવતીનું જીવન બરબાદ થઇ શકે છે. બદનામીને કારણે ક્યાંક તેમને કંટાળી આપઘાત કરવો પડે કે પછી તેમના લગ્ન તૂટી જાય. આવું અટકે તે માટે આવ નિર્ણય લેવાયો છે.
ગુરુવા રાત્રે 9 કલાકે ગામના સરપંચ અંજુબેન પટેલ, સામાજિક આગેવાન મુકેશભાઇ પટેલની ઉપસ્થિતિમાં ગામના ખોડિયાર માતાના મંદિર સંકુલમાં ગ્રામજનો ભેગા થયા હતા. જ્યાં ચર્ચાના અંતે ગામના ધોરણ-10, 11 સુધી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ એટલે કે 18 વર્ષથી નીચેના યુવક- યુવતીઓ ઉપર મોબાઇલ રાખવા પર પ્રતિબંધ મુકાયો છે. સાથે ગામમાં અંદરો અંદરના પ્રેમસંબંધોની જાણ થતાં જ તેમના પરિવાર કે ગામના આગેવાનોનું ધ્યાન દોરવાનું કહ્યું જેથી આપઘાત જેવી ઘટનાઓ ના બને અને ખોટી અફવાઓથી દૂર રહેવા ખાસ સૂચના અપાઇ હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -