મહેસાણાઃ સરકારની મુશ્કેલી વધી, CBI તપાસ ન સોંપાય ત્યાં સુધી કેતનની લાશ સ્વીકારવાનો ઇનકાર
લાશ સ્વીકારવા અંગે ચર્ચા પછી કેતનના પિતા મહેન્દ્રભાઇએ બપોરે પોલીસ તપાસમા સંપૂર્ણ સંતોષ બતાવી લાશ સ્વિકારવાની તૈયારી બતાવી હતી. પરંતુ 3 કલાક બાદ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સાથેની ચર્ચાઓને અંતે મહેન્દ્રભાઇએ જ્યાં સુધી સીબીઆઇને તપાસ ન સોંપાય ત્યાં સુધી પુત્રની લાશ સ્વીકારવાનો સ્પષ્ટ ઇનકાર કરી કુંટુબીઓ સાથે ચર્ચા કરતા તેમને પણ વાતને સમર્થન આપ્યું હતું.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appનોંધનીય છે કે, કેતન પટેલના અપમૃત્યુ પછી તેની લાશ છેલ્લા આઠ દિવસથી મહેસાણા સિવિલમાં કોલ્ડરૂમમાં છે. મંગળવારે દિવસભર લાશ સ્વીકારવાની ચર્ચાઓને અંતે સાંજે સીબીઆઇ તપાસની માગણી સાથે પરિવારે લાશ નહીં સ્વીકારવા મક્કમ બનતાં લાશનો મામલો અટવાયો છે.
મહેસાણા: પાટીદાર યુવક કેતન પટેલના કસ્ટોડિયલ ડેથ મુદ્દે સરકારની મુશ્કેલીમાં વધારો થયો છે. કેતન અપમૃત્યુ કેસમાં પોલીસે ફરિયાદ નોંધીને ત્રણની ધરપકડ કરી છે, ત્યારે પહેલા બુધવારે સવારે અંતિમસંસ્કાર કરવાનું નક્કી કરાયું હતું. જોકે, હવે પરિવારે સીબીઆઇ તપાસની માગ કરી છે અને જ્યાં સુધી માગ સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દેતા સરકાર અને પોલીસ મુંજવણમાં મુકાયા છે.
એસપી ચૈતન્ય માંડલિકે પત્રકારો સાથે વાતચીતમા જણાવ્યું હતું કે, તપાસમાં જે પણ અધિકારી કે અન્યોના નામ ખુલશે તેમની ધરપકડ કરી કડક કાર્યવાહી કરાશે. સમગ્ર કેસની પ્રાથમિક તપાસ ડીવાયએસપી રાજેશ ગઢીયા કરી રહ્યા છે અને આગળ જતા આ કેસની તપાસ જિલ્લા બહારની સીટના હસ્તક રહેશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -