મહેસાણાઃ પાટીદારો સામે સરકારે ઝૂકવું પડયું, કેતન પટેલના અપમૃત્યના કેસમાં કરવી પડી કઈ મહત્વની જાહેરાત ?
મહેસાણા: બલોલના પાટીદાર યુવક કેતન પટેલના અપમૃત્યુના કેસમાં આખરે પાટીદારો ભાજપ સરકારને ઝૂકાવવામાં સફળ રહ્યા છે. કેતન પટેલના અપમૃત્યુના 72 કલાક બાદ કેતન પટેલના મૃતદેહનું ફરી પોસ્ટમાર્ટમનો નિર્ણય કરાયો છે. પોલીસ અને પાટીદાર આગેવાનો વચ્ચેની ચર્ચાને અંતે આ નિર્ણય જાહેરા કરાયો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેતનના પિતા મહેન્દ્રભાઇ પટેલ અને આગેવાનો સાથે ચર્ચા કરી જે પણ પોલીસ ફરિ્યાદ આપશો તે દાખલ કરી જવાબદારોને તાત્કાલિક ઝડપી લેવાની ખાત્રી આપી ફરી પોસ્ટમાર્ટ કરાવવા જરૂરી અરજી આપવા સમજાવ્યા હતા.જે મુજબ રાત્રે 8 વાગ્યે મહેન્દ્રભાઇ પટેલે ફરી પોસ્ટમોર્ટમ કરાય તો બીજી શરતો છોડવા તૈયારી બતાવી હતી.
સતત 72 કલાકથી સિવિલના કોલ્ડરૂમની સામે મોટી સંખ્યામા આવેલા પાટીદારો સાથે આસન જમાવીને ન્યાયની લડાઇ લડી રહેલા મૃતક કેતનના પિતા મહેન્દ્રભાઈ પોતે મૂકેલી 3 શરતો પર અડગ રહેતાં ગુરૂવારે સાંજે 5.11 કલાકે નિવાસી અધિક કલેકટર રમેશ મેરજા અને જિલ્લા પોલીસવડા ચૈતન્ય માંડલિક સિવીલ પહોંચ્યા હતા.
રાજ્ય સરકારના આદેશના પગલે ગુરૂવારે રાત્રે મૃતકના પિતા મહેન્દ્રભાઈ પટેલે જિલ્લા પોલીસવડાને ફરી પોસ્ટમોર્ટમ માટે આપેલી અરજી ગ્રાહ્ય રખાઈ હતી. મહેન્દ્રભાઈ પટેલે માગણી કરી હતી કે આરોપીઓની ધરપકડ બાદજ પુત્રનો મૃતદેહ ઉઠાવશે. પિતા મહેન્દ્રભાઇની મક્કમ સામે સરકારે આખરે ઝૂકવું પડ્યું છે.
આ પોસ્ટમોર્ટમના આધારે મૃત્યું પાછળનું સ્પષ્ટ કારણ મળ્યા બાદ સાંજે જવાબદારો વિરૂધ્ધ ફરિયાદ નોંધાવવાનો નિર્ણય લેવાયો છે. અલબત્ત આરોપીઓની ધરપકડ અને સસ્પેન્સનની કાર્યવાહી ન થાય ત્યાં સુધી કેતનના દેહને અગ્નિદાહ ન આપવાના નિર્ણય પર કેતનના પિતા મક્કમ રહ્યા હતા.
મહેન્દ્રભાઈ પટલે જિલ્લા પોલીસવડાને આપેલી અરજી અંતર્ગત શુક્રવારે સવારે 9 કલાકથી વી.એસ.હોસ્પીટલ સાથે સંકળાયેલી એન.એચ.એલ મેડીકલ કોલેજના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ,એલજી મેડીકલ કોલેજના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ,ફોરેન્સીક સાયન્સની ટીમની સાથે વિડિયોગ્રાફી,ફોટોગ્રાફી સાથે ફરી પોસ્ટમાર્ટમ શરૂ કરાયું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -