મહેસાણાઃ પાટીદારોનો આક્રોશ જોઈ ભાજપના નેતા ફફડ્યા, કોને કોને ત્યાં પોલીસનો કરાયો ખડકલો? જાણો વિગત
નગરપાલિકાની ઓફિસમાં સિવણ રૂમની બાજુમા આવેલ ચૂંટણીશાખાની બારીના કાચ ફૂટ્યા હતા.કર્મચારીઓના કહેવા મુજબ 100થી વધુ યુવકો મોઢા પર રૂમાલ બાંધીને નીકળ્યા હતા અને પેટ્રોલ ભરેલી બોટલ પણ ફેંકી હતી. જો કે કર્મચારીઓએ એ બોટલ ઉઠાવીને નીચે ફેંકી દીધી હતી તેના કારણે હોનારત ટળી હતી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appબીજી તરફ બુધવારે પાટીદારોએ નગરપાલિકાના કર્મચારીઓને પણ નિશાન બનાવતાં ફફડાટ વધ્યો છે. બુઘવારે બપોરે 12.45 કલાકે વિજળી ડુંલ થઇ જતા પાલિકાના કર્મચારીઓ ગેલેરીમા ઉભા હતા તે સમયે અહીથી બાઇકો પર પસાર થયેલા લોકોએ અચાનક પથ્થરમારો કરતાં પાલિકામાં નાસભાગ મચી ગઈ હતી.
મહેસાણાઃ મહેસાણામાં જ્યુડિશિયલ કસ્ટડીમાં બલોલના પાટીદાર યુવાન કેતન પટેલના મોતની ઘટનાના પગલે પાટીદારોએ આપેલા એલાનના પગલે બુધવારે મહેસાણા શહેર જડબેસલાક બંધ રહ્યું હતું. આ ઘટનાના કારણે પાટીદારોનો આક્રોશ ફાટી નિકળતાં ભાજપના નેતા ફફડી ગયા છે ને તેમને ત્યાં પોલીસનો ખડકલો કરી દેવાયો છે.
પાટીદાર યુવાનના મૃત્યુના 48 કલાક બાદ પ્રથમથી ફરિયાદ દાખલ કરવાનો ઇન્કાર કરનાર પોલીસે બુધવારે રાત્રે ફરિયાદ નોંધવા તૈયારી બતાવી હતી પણ એ પહેલાં પાટીદારોએ ભારે આક્રોશ બતાવીને સિવિલ હોસ્પિટલમાં ધામા નાંખતાં ભાજપના પાટીદાર નેતાઓને ત્યાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.
મોઢેરા રોડ પર આવેલી નાયબ મુખ્યમંત્રી નીતીનભાઇ પટેલ,પૂર્વ ગૃહમંત્રી રજનીભાઇ પટેલ અને સાંસદ જયશ્રીબેન પટેલની ઓફિસમાં અગાઉ અનામત આંદોલન સમયે થયેલી તોડફોડને પરિણામે મંગળવારે મોડીરાતથી અહી એસઆરપી અને પોલીસનો ચુસ્ત બદોબસ્ત મુંકાયો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -