મહેસાણાઃ પાસના કન્વિનરો સુરેશ ઠાકરે-સતિષ પટેલ પર કઈ રીતે હુમલો કરી લોહીલુહાણ કરી દેવાયા? જાણો વિગત
ત્રણેયને ફટકાર્યા પછી આ શક્શો કારમાં ફરાર થઈ ગયા હતા. ત્રણેય પાટીદાર આગેવાનોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડાયા હતા. બનાવને પગલે પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસન હાથ ધરી છે. આ હુમલાને લઈને પાટીદારોમાં ભારે રોષ છે. મોડી રાત્રે પાટીદારોના ટોળેટોળા હોસ્પિટલ આવી પહોંચ્યા હતા.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appએ વખતે નુગુર ચોકડી પાસે કાર લઈને આવેલા કેટલાક શખ્સો તેમની રાહ જોઈ રહ્યા હતા. તેમણે આ ત્રણેયને આંતરીને હુમલો કર્યો હતો અને લાકડી, ધોકા સહિતના હથિયારોથી નિર્દયતાથી માર માર્યો હતો. આ શખ્શોએ ત્રણેય પાટીદારને ફટકારીને લોહીલુહાણ કરી નાંખ્યા હતા.
ગુરુવારે રાત્રે બલોલ ખાતે આ આક્રોશને વ્યક્ત કરવા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં હાજરી આપી પાસના ઉત્તર ગુજરાતના કન્વીનર સુરેશ પટેલ, મહેસાણા પાસ કન્વીનર સતિષ પટેલ સહિત ત્રણ પાટીદાર યુવાનો પોતાની બાઈક પર પાછા આવી રહ્યા હતા.
થોડા દિવસો અગાઉ પાટીદાર યુવાન કેતન પટેલની ચોરીને મામલે પોલીસે ધરપકડ કરી હતી જેનું પોલીસ કસ્ટડી દરમ્યાન મોત થયું હતું. બનાવને પગલે પાટીદારોમાં ભારે રોષ ભભૂક્યો હતો. આ ઘટનાને થોડો સમય થયો પણ આ મામલે તપાસની કામગીરી સહિતના મુદ્દાને લઈને પાટીદારોમાં અસંતોષ છે.
મહેસાણાઃ પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના કન્વિનર હાર્દિક પટેલ સામે મારામારીનો કેસ ગાજી રહ્યો છે ત્યારે મહેસાણામાં પાસના બે કન્વિનર સહિત ત્રણ પાટીદાર યુવકો પર હુમલો થતાં ચકચાર મચી ગઈ છે. અગાઉથી આયોજન કરીને આવેલા શખ્શોએ ત્રણેય પાટીદારોને લોહીલુહાણ કરી નાંખ્યા હતા.
- - - - - - - - - Advertisement - - - - - - - - -