પદ્માવતના વિરોધમાં મહેસાણામાં બસો સળગાવાઇ, જિલ્લાની તમામ બસો બંધ
Download ABP Live App and Watch All Latest Videos
View In Appમહેસાણાઃ ફિલ્મ પદ્માવતને લઇને રાજ્યમાં વિરોધનો વંટોળ ફૂંકાયો છે. મહેસાણા અને અમદાવાદ સહિતના શહેરોમાં ફિલ્મને લઇને ટોળાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરાઇ રહ્યો છે. રાજપૂત સંગઠને મહેસાણાં સરકારી બસોને આગચંપી કરતા મહેસાણા જિલ્લાના તમામ ડેપોની બસોને બંધ કરવાની ફરજ પડાઇ છે.
અમદાવાદવા સાણંદના માધવનગર ત્રણ રસ્તા પાસે રાત્રે 10.30 થી 11.00 વાગ્યાની વચ્ચે ટોળાએ એક AMTS બસમાં આગ પણ લગાવી દીધી હતી. આ 31/5 લાલ દરવાજાથી સાણંદ માધવનગર રૂટની બસ હતી. જોકે, બાદમાં ફાયરબ્રિગેડની બે ગાડી ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવી લીધો હતો. ઘટનામાં કોઇને જાનહાનિ થઇ ન હતી.
વિરોધને લઇને રાજ્યમાં કેટલાક થિએટર માલિકોઓ પદ્માવત ન દર્શાવવાની પણ સ્વૈચ્છિક જાહેરાત કરી દીધી હતી. ટોળા દ્વારા કરાતાં વિરોધને લઇને રાજ્ય સરકારે પણ શાંતિ જાળવવા અને સરકારી સંપતિને નુકશાન ના કરવા અપીલ કરી હતી.
માહિતી પ્રમાણે, આ મહેસાણા નજીક મેઉ ગામ પાસે શનિવારે સાંજે ટોળાએ ઝાલોદ ડેપોની મહેસાણા -ઝાલોદ એસટી બસને અટકાવી આગચંપી કરી હતી. આ દરમિયાન બીજી પણ એક બસ ગાંધીનગર- દિયોદરને આગને હવાલે કરાઇ હતી.
માહિતી પ્રમાણે મહેસાણામાં ગઇ કાલે ટોળાએ પદ્માવતને લઇને બસોને આગચંપી કરી હતી, ત્યારબાદ સુરક્ષાને ધ્યાનમાં લઇ જિલ્લાના એસટી તંત્રએ તમામ ડેપોની બસોને સેવા રદ્દ કરવાની જાહેરાત કરી હતી. મહેસાણાની સાથે સાથે અમદાવાદમાં પણ કરણી સેના અને રાજપૂત સંગઠનો દ્વારા રાજહંસ થિએટરમાં પૉસ્ટર ફાડી વિરોધ શરૂ કર્યો હતો.
- - - - - - - - - Advertisement - - - - - - - - -