મહેસાણામાં પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઇ, રાજ્યપાલે ફરકાવ્યો તિરંગો
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકેસરી, સફેદ અને લીલા વસ્ત્રોમાં સજ્જ બાળકોએ સૂર્યનમસ્કાર કરીને મેદાનને તિરંગામાં રંગી નાંખ્યું હતું. સૂર્યનમસ્કારના 12 સ્ટેપ કરીને વાતાવરણ ઉર્જાવાન બનાવી દીધું હતું. બાળકોના સૂર્યનમસ્કારને રાજ્યપાલ કોહલી, મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ઉપસ્થિત નગરજનોએ નિહાળ્યા હતા. ત્યારબાદ સાંસ્કૃતિક કાર્યક્રમો ચાલું રહ્યાં હતા.
આ પ્રસંગે રાજ્યપાલ સાથે મુખ્યમંત્રી વિજય રૂપાણી ઉપસ્થિત રહ્યા હતા અને રાષ્ટ્ર ધ્વજને સલામી આપી હતી. ધ્વજવંદન સમારોહમાં રાજ્યપાલ અને મુખ્યમંત્રીએ પરેડ કરતાં જવાનોની સલામી ઝીલી હતી અને અભિવાદન કર્યું હતું.
મહેસાણામાં 69મા પ્રજાસત્તાક દિનની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે વિવિધ કાર્યક્રમોનું પણ જોશભેર આયોજન કરવામાં આવ્યું હતું.
મહેસાણા: સમગ્ર દેશ આજે પોતાનો 69મો પ્રજાસત્તાક દિવસ મનાવી રહ્યું છે, ત્યારે રાજ્ય કક્ષાએ પણ તેની ભારે ધામધૂમથી ઉજવણી થઇ. આજે 69માં પ્રજાસત્તાક દિવસની રાજ્ય કક્ષાના ઉજવણી મહેસાણામાં ખાતે કરવામાં આવી હતી. રાજ્યપાલ ઓમપ્રકાશ કોહલીએ મહેસાણામાં ધ્વજ ફરાવીને પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -