પાટીદાર સ્વાભિમાન યાત્રા પહેલાં રેશ્મા, વરુણ પટેલ સહિતના PAAS આગેવાનોની અટકાયત
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
21 Sep 2016 02:37 PM (IST)
1
Download ABP Live App and Watch All Latest Videos
View In App2
મહેસાણાઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)એ પોતાની માગણીઓને બુલંદ બનાવવા માટે આજે વિજાપુરથી ગાંધીનગરની પાટીદાર સ્વાભિમાન યાત્રા કાઢવાનો નિર્ણય લીધો હતો. જોકે, આ પાટીદાર સ્વાભિમાન પદયાત્રાનો ફિયાસ્કો થી ગયો છે. પદયાત્રામાં ભાગ લેવા જઈ રહેલા પાસના કન્વીનર રેશ્મા પટેલ, વરુણ પટેલ, અતુલ પટેલ, ગીતા પટેલ સહિતના પાસના કન્વીનરોની અટકાયત કરવામાં આવી છે. આ તમામ કન્વીનરોની વિજાપુરના ભાવસોર બસ સ્ટેન્ડ પાસેથી અટકાયત કરવામાં આવી છે.
3
આ પહેલાં પદયાત્રા સ્થળ પર પહોંચેલા 20 જેટલા યુવકોની ધરપકડ કરવામાં આવી હતી. એટલું જ નહીં, મહેસાણાના પાસ કન્વીનર નરેન્દ્ર પટેલની પણ પિલવાઈ ગામ પાસેથી અટકાયત કરવામાં આવી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -