આજે PAASની વિજાપુર ટુ ગાંધીનગર સ્વાભિમાન યાત્રાઃ નરેન્દ્ર પટેલની ધરપકડ
જોકે, પાસ લીગલ સેલના કન્વીર દર્શન પટેલે જણાવ્યું છે કે, મંજૂરી મળે કે ના મળે આજે પદયાત્રા તો નીકળશે જ. આજે 1 કલાકે ભાવસોર સ્વામિનારાયણ મંદિરથી પદયાત્રા નીકળશે. વિજાપુર પાસ કન્વીનર મનીષ પટેલે દાવો કર્યો છે કે, આ પદયાત્રામાં 20 હજાર લોકો જોડાશે. જોકે આ પદયાત્રા બાદ આજે સત્યાગ્રહ છાવણી પર સભા સંબોધનને મંજૂરી મળી નથી.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ યાત્રાને લઈને જિલ્લા પોલીસને પણ સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે. ઉપરાંત ગાંધીનર પોલિસને પણ સ્ટેન્ડ ટૂ રાખવામાં આવી છે. ઉલ્લેખનીય છેકે, પાટીદાર પદયાત્રાને હાઈકોર્ટના ડાયરેક્શન પછી પણ મંજૂરી આપાવમાં આવી નથી.
આ યાત્રામાં 20 હજાર પાટીદારો જોડાય તેવી શક્યતા છે. પાટીદાર સ્વાભિમાન યાત્રાના કાર્યક્રમને અંતિમ સ્વરૂપ આપવા માટે સોમવારે વિજાપુર ખાતે પાટીદાર અનામત આંદોલન સમિતી (પાસ)ના ઉત્તર ગુજરાતના તમામ કન્વીનરોની બેઠક મળી હતી. આ બેઠકમાં મહિલાઓ તથા યુવાનો મોટી સંખ્યામાં જોડાય તેવો નિર્ણય લેવાયો હતો તથા એ માટેની વ્યૂહરચનાને અંતિમ સ્વરૂપ અપાયું હતું. આ સ્વાભિમાન યાત્રામાં અમદાવાદ અને ગાંધીનગરથી પણ પાટીદારો મોટી સંખ્યામાં જોડાય તેવું આયોજન કર્યું છે.
મહેસાણાઃ પાટીદાર અનામત આંદોલન સમિતિ (પાસ)એ પોતાની માગણીઓને બુલંદ બનાવવા માટે આજે વિજાપુરથી ગાંધીનગરની પાટીદાર સ્વાભિમાન યાત્રા કાઢવાનો નિર્ણય લીધો છે. ત્યારે આ યાત્રામાં ભાગ લેવા માટે મહેસામાથી નિકળેલા પાસ કન્વીનર નરેન્દ્ર પટેલની ધરપકડ કરવામાં આવી હોવાના સમાચાર મળી રહ્યા છે. નરેન્દ્ર પટેલની પિલવાઇ ગામ પાસેથી પોલીસે ધરપકડ કરી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -