વિસનગરઃ કોર્ટ પરિસરમાં હાર્દિક પટેલ સાથે કોણે કરી ઝપાઝપી? અલ્પેશનું નામ કેમ ઉછળ્યું?
એબીપી અસ્મિતા વેબ ટીમ | 25 Jul 2018 03:59 PM (IST)
1
2
મહેસાણાઃ આજે વિસનગર કોર્ટે ધારાસભ્યની ઓફિસમાં તોડફોડના કેસમાં હાર્દિક પટેલ, લાલજી પટેલ અને એ.કે. પટેલને બે વર્ષની સજા આપ્યા પછી શરતી જામીન આપ્યા છે. ત્યારે હાલ, વિસનગર કોર્ટ પરિસરમાં હાર્દિક પટેલ પર હુમલો થયો હોવાના સમાચાર સામે આવ્યા છે.
3
4
હાર્દિક પટેલ સાથે એસપીજીના કાર્યકરોએ ઝપાઝપી કરી હોવાનું જાણવા મળ્યું છે. એસપીજીના પ્રમુખ ધર્મેન્દ્ર પટેલ અને તેના સાથીઓએ વિરોધ કર્યો હતો. તેમણે રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરને સાથ આપવાના મુદ્દે વિરોધ નોંધાવ્યો હતો.
5
કોર્ટ પરિસરમાં વાતાવરણ બગડતાં પોલીસ દોડી આવી હતી અને હાર્દિક પટેલને સલામત રીતે કારમાં બેસાડ્યો હતો.
6