✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

મહેસાણામાં ત્રણ શખ્સોએ યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, દારૂના નશામાં યુવતીના ગાલ પર બચકાં ભર્યા, જાણો વિગત

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  04 Aug 2018 11:09 AM (IST)
1

દુકાનનું શટર બંધ કરી તેના મોઢામાં ડૂંચો ભરાવી દુષ્કર્મ આચર્યું હતું અને ત્યાર બાદ સમ્યાંતરે અન્ય બે શખ્શોએ પણ તેના પર દુષ્કર્મ આચર્યુ હતું. જે પૈકીના એકે દારૂના નશામાં યુવતીના ગાલ પર બચકા ભરીને લોહીલુહાણ કરી દીધી હતી. જોકે, મોડીરાત્રે 12 વાગ્યે દુષ્કર્મીઓનો પીછો છોડાવી નગ્ન અવસ્થામાં ભાગેલી યુવતીની કેટલેક દુર આવેલા ગેરેજ માલિક મદદે આવી પત્નીની સાડી વીંટાળી તેના ભાઈનો સંપર્ક કર્યો હતો.

2

આશરે રાત્રે યુવતી શહેર બી ડીવીજન પોલીસ ફરિયાદ નોંધાવવા પહોંચી હતી પરંતુ તેના ગાલ પરથી વહેતું લોહી અને બોલવામાં અસમર્થ જણાતા તેને પ્રથમ સારવાર માટે મોકલી અપાઈ હતી અને શુક્રવારે સાંજે પુન: પોલીસ સ્ટેશન પહોંચેલી યુવતીએ 3 દુષ્કર્મીઓ સામે ફરિયાદ આપવા તજવીજ કરી હતી.

3

યુવતીના કહેવા પ્રમાણે શહેરના વિવિધ વિસ્તારોમાં કલાકો સુધી ફેળવ્યા બાદ તેને સાંજે 7 વાગ્યે રામોસણા વિસ્તારમાં આવેલી બાબા રામદેવ હોટલ પાસે એક ખાલી દુકાનમાં લઈ જવાઈ હતી.

4

બપોરે રાધનપુર ચોકડી ઉતરવાના બદલે તે ભુલથી નાગલપુર ચોકડી ઉતરી ગઈ હતી. ભુલ સમજાતા તે રીક્ષા કરીને રાધનપુર ચોકડી જવા નીકળી હતી ત્યારે રીક્ષા ચાલક અને તેના અન્ય 2 સાગરીતોએ ભેગા મળી તેને રૂમાલ સુંગાડ્યો જેના કારણે તે બેભાન થઈ ગઈ હતી અને તેની છેડતી કરી હતી.

5

પોલીસના જણાવ્યા પ્રમાણે, વિકૃત દુષ્કર્મીઓએ યુવતીનો ગાલ પણ કરડી ખાતા લોહી નીતરતી હાલતમાં તેને સૌ પ્રથમ સિવિલમાં સારવાર આપવામાં આવી હતી ત્યાર બાદ શહેર બી ડિવિજન પોલીસ સ્ટેશને લઈ જવામાં આવી હતી. મૂળ પાટણ જિલ્લાની અને હાલમાં અમદાવાદ રહેતી પરિણીત યુવતી ગુરૂવારે અમદાવાદથી રાધનપુર જવા એસટી બસમાં બેઠી હતી.

6

મહેસાણા: રાધનપુર ચોકડીના બદલે ગુરુવારે બપોરે નાગલપુર ચોકડી ઉતરી ગયેલી અમદાવાદની 20 વર્ષની યુવતીની પરિસ્થિતિનો લાભ લઈ રીક્ષાચાલક સહિત 3 શખ્સોએ તેને અલગ-અલગ જગ્યાએ ફેરવીને છેડતી કર્યાં બાદ રામોસણા સ્થિત એક હોટલ પાસેની ખાલી દુકાનમાં લઈ જઈ 5 કલાક સુધી ગોંધી રાખીને દુષ્કર્મ આચર્યા હતો જેનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.

  • હોમ
  • મહેસાણા
  • મહેસાણામાં ત્રણ શખ્સોએ યુવતી સાથે આચર્યું દુષ્કર્મ, દારૂના નશામાં યુવતીના ગાલ પર બચકાં ભર્યા, જાણો વિગત
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.