The Sabarmati Report Review: દેશ સત્ય જાણવા માટે મીડિયા તરફ જુએ છે અને મીડિયા પોતાના માલિકો તરફ, આ ફિલ્મનો ડાયલોગ છે, વિક્રાંત મૈસી બોલે છે, જ્યારે વિક્રાંત બાબૂ આપણને ક્યારેય માલિક પોતાની તરફ જોવા માટે કહેતા નથી અને તેમની તરફ જોયા વિના હું કહી રહ્યો છું કે આ ફિલ્મ જરૂર જોવી જોઇએ.
વિક્રાંત મૈસીએ પોતાનું એવું નામ બનાવ્યું છે કે તે જ્યાં પણ હોય છે ત્યાં સારા કન્ટેન્ટની આશા હોય છે, ધ સાબરમતી રિપોર્ટ જેવી ફિલ્મ સાથે વિક્રાંતના જોડાવાથી એ વિશ્વાસ મળે છે કે કદાચ થોડી શાનદાર ફિલ્મ તો બનાવવી હશે પરંતુ અહી થોડું નહી પરંતુ ઘણુ બધુ છે. અને માત્ર વિક્રાંત જ નહીં, રિદ્ધિ ડોગરા, રાશિ ખન્ના અને એકતા કપૂરે પણ શાનદાર કામ કર્યું છે
વાર્તા
આ ફિલ્મમાં ગોધરા કાંડની ઘટના બતાવવામાં આવી છે, જ્યારે 27 ફેબ્રુઆરી 2002ના રોજ ગુજરાતના ગોધરામાં સ્ટેશન પર સાબરમતી એક્સપ્રેસની બોગીમાં આગ લાગી હતી અને 59 નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા હતા, તેનું સત્ય શું છે, અકસ્માત કે ષડયંત્ર, આ ફિલ્મ રિપોર્ટરના દૃષ્ટિકોણથી તપાસ કરે છે.
ફિલ્મ કેવી છે?
આ ફિલ્મ સાબરમતીના સત્યને હિંમતભેર બતાવે છે, આ ફિલ્મમાં મીડિયાના દ્રષ્ટિકોણથી વસ્તુઓ બતાવવામાં આવી છે. તે કંઈક એવું પણ બતાવે છે જે મીડિયાની છબીને ખરાબ કરે છે પરંતુ જ્યારે વાત 59 લોકોના જીવનની હોય ત્યારે તેની ચર્ચા થવી જોઈએ. આ ફિલ્મ દરેક પાસાઓ વિશે વાત કરે છે, કોર્ટે શું કહ્યું તે કહે છે, તમને બાંધીને રાખે છે. આ કેસની સત્યતા જાણવા માટે તમે આ રિપોર્ટર સાથે રિપોર્ટર બની જાવ છો.
આજની પેઢીને કદાચ આ કાંડ અંગે વધુ જાણકારી નહી હોય તો તેમના માટે આ ફિલ્મ એક દસ્તાવેજનું પણ કામ કરે છે. ફિલ્મ જોવા દરમિયાન ક્યાંય પણ કંટાળો નહી આવે. ક્યાંય પણ ફિલ્મને ખેંચવામાં આવી હોય તેવું નહી લાગે. ફિલ્મમાં ઘટનાઓ ઝડપથી આગળ વધે છે. હા થોડી ઇમોશનલ કનેક્ટ ઓછું હોત તો ફિલ્મ વધુ શાનદાર બની હોત.
એક્ટિંગ
‘12 ફેઇલ’ પછી વિક્રાંત ફરીથી ફોર્મમાં છે અને આ રિપોર્ટમાં તેને સંપૂર્ણ નંબર મળ્યા છે. સત્ય બતાવનાર એક નવો પત્રકાર, હિન્દી બોલનાર એક પત્રકાર, આ પાત્ર વિક્રાંત સિવાય ભાગ્યે જ કોઈ ભજવી શક્યું હોત. તેણે પરફેક્શન સાથે પાત્રને નિભાવ્યું છે. રિદ્ધિ ડોગરાએ અદભૂત કામ કર્યું છે, મીડિયાના લોકો તેના પાત્ર સાથે ઘણું બધું રિલેટ કરી શકશે, તમને દરેક ન્યૂઝરૂમમાં રિદ્ધિના પાત્ર જેવા પત્રકારો તમને મળી જશે તેના એક્સપ્રેશન્સ પરફેક્ટ છે.
રાશિ ખન્નાએ ટ્રેઇની જર્નાલિસ્ટની ભૂમિકાને પરફેક્શન સાથે ભજવ્યું છે. એક મોટા પત્રકારની એક ફેનથી લઇને તેને સત્યનો અરીસો દેખાડનાર પત્રકાર સુધી, આ રોલ તેના બેસ્ટ રોલ્સમાંથી એક છે. બાકીના કલાકારોએ પણ સારું કામ કર્યું છે.
ડાયરેક્શન
ધીરજ સરનાનું ડાયરેક્શન સારું છે, તેમણે ફિલ્મને બિનજરૂરી લંબાવી નથી. બધું 2 કલાકમાં બતાવવામાં આવ્યું હતું, પરંતુ ઇમોશન વધું ઉમેરવા જોઇતા હતા. એકતા કપૂરના પણ વખાણ કરવા પડશે કે તેણે આવો વિષય પસંદ કર્યો, તેના માટે હિંમતની જરૂર છે. એકતાની સાસુ અને વહુથી સાબરમતી સુધીની સફર રસપ્રદ રહી છે. તે દરેક પ્રકારનું કન્ટેન્ટ બનાવી રહી છે અને કંઈક નવું કરવાનો પ્રયાસ કરતાં અચકાતી નથી અને ટીકાને પણ હકારાત્મક રીતે લે છે, તેની હિંમતને સલામ.
ફિલ્મ રિવ્યૂઃ અમિત ભાટિયા